સાવધાન :તમારું બાળક એકલું ન મુકતા ;8 વર્ષની બાળકી સાથે રાજકોટમાં બની પાશવી ઘટના 

NATIONAL NEWS Publish Date : 02 April, 2021 03:41 PM

રાજકોટમાં પરણિત નરાધમે માસુમ બાળકના દેહને અભડાવી નાખ્યો ;પિશાચી આરોપીને સકંજામાં લેતી પોલીસ 

 
રાજકોટમાં નાનકડી બાળાને ખુલ્લા મેદાનમાં લઇ જઇ મોઢે ડૂચો દઇ દુષ્કર્મ આચરનાર બે સંતાનના હવસખોર પિતાની પોલીસે ધરપકડ કરી છે , ઘર પાસે રમતી બાળાને ફોસલાવી લઇ જઇ નરાધમે દુષ્કર્મ
આચર્યું હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે, પોલીસે પિશાચી આરોપીની ધરપકડ કરી છે , રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુંજકા ગામે ભાડેથી રહેતાં પરપ્રાંતીય બે સંતાનના પિતાએ 8 વર્ષની બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી,  જે આધારે પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સોના હેઠળ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નરાધમ નું નામ કેશવ તાવડે હોવાનું અને તે મૂળ મહારાષ્ટ્રનો વાતની હોવાનું નોંધાયું છે , પરપ્રાંતીય શકશે પોતાની હવાસને સંતોષવા માટે માસુમને  હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે ,.

પોલીસના જણાવ્યા અનુસાર મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા મરાઠી શખ્સે 8 વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવી હોવાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ઘરે થી રમવા ગયેલી બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. આ દરમિયાન દાદી ને આંકડી માસુમ બાળકી ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં મળી આવી હતી , અને પોતાની સાથે જે કંઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં જે ફરિયાદ આધારે તપાસ કરતા આરોપી ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપી કિશોર તાવડે 31 માર્ચના રાત્રીના નવેક વાગ્યે ઘર પાસે રમતી 8 વર્ષની બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો હતો અને ત્યાં સુવડાવીને તેની ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો અને માસુમ બાળકીનો દેહ અભડાવીને તેને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કૃત્ય આચર્યું હોવાનું ખુલ્યું છે .. સમગ્ર બનાવ  અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર 8 વર્ષની બાળાના દાદીમાની ફરિયાદ પરથી મુંજકા ગામમાં જેસિંગભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં કિશોર કેશવભાઇ તાવડે નામના મરાઠી શખ્સ સામે IPCની કલમ 363, 376 (B) અને પોક્સોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related News