ઉનાળાની આકરી શરૂઆત ; આજી ડેમના તળિયા દેખાવા લાગ્યા 

TOP STORIES Publish Date : 27 February, 2021 08:40 PM

ઉનાળાની આકરી શરૂઆત ; આજી ડેમના તળિયા દેખાવા લાગ્યા 

 

રાજકોટ 

દર વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટની જીવાદોરી સમાન આજીડેમના તળિયા દેખાવા લાગે છે આ વર્ષે પણ ભરપૂર વરસાદ થવા છતાં પાણીની જરૂરિયાત વધવાથી તેમજ રાજકોટની જન સંખ્યામાં વધારો થવાથી આજીડેમમાં હવે માત્ર દોઢ મહિનો ચાલે એટલું જ પાણી બચ્યું છે ..આજી જ નહિ ણયાદ્રી ડેમમાં પણ પાણીનો મોટો ઉપાડ થવાને પગલે રાજકોટમાં ઉનાળામાં જ નર્મદાના નીર સૌની યોજના મારફત ઠાલવવા પડે તેવી સ્થતિ સર્જાઈ છે .રાજકોટમાં પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી, રાંદરડા તળાવ અને ભાદર ડેમ મુખ્ય છે જોકે છેલ્લા ટ્રે વર્ષથી સારા વરસાદને પગલે તમામ જળાશયો છલકાઈ રહ્યા છે સાથે જ સૌની યોજના દ્વારા પણ જળાશયોમાં પાણી ઠલવાઇ રહ્યું છે પરંતુ આ વર્ષે પાણીની વધેલી ડિમાન્ડ અને છેલ્લા 4 વર્ષમાં રાજકોટના વિસ્તારમાં સતત વધારાને પગલે ડેમોના આ વર્ષે પણ તળિયા દેખાવા લાગ્યા છે અને ઉનાળાના મધ્યમાં જ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવું જરૂરી થઇ રહેશે. 

Related News