દર્દીઓના સગાઓને બોલબાલા ટ્રસ્ટની વિનમ્ર અપીલ :જરૂર ન હોઈ તો ઓક્સિજન સિલિન્ડર પરત કરો 

SAURASHTRA Publish Date : 26 April, 2021 03:13 PM

દર્દીઓના સગાઓને બોલબાલા ટ્રસ્ટની વિનમ્ર અપીલ :જરૂર ન હોઈ તો ઓક્સિજન સિલિન્ડર પરત કરો 

 
રાજકોટ 
 
રાજકોટવાસીઓની અવિરત સેવા કરતા બોલબાલા ટ્રસ્ટ અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા હવે દર્દીઓના સગાઓને અપીલ કરવામાં આવી રહી છે  દર્દીઓની સેવા માટે નિઃશુલ્ક સેવા શરૂ કરનાર બોલબાલા ટ્રસ્ટના 850 થી વધુ ઓક્સિજન સિલિન્ડર દર્દીઓના સગાઓ લઇ ગયા બાદ માત્ર 250 જેટલા સિલિન્ડર જ પરત આવ્યા છે અનેક ને ફોન કરીને સિલિન્ડર મંગાવ્યા છતાં પરત આપવાની ના પાડવામાં આવી રહી છે આવી પરિસ્થિતિમાં બોલબાલા હવે પોલીસની મદદ લેવાનું વિચારી રહી છે , જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું છે કે સેવા માટે બોલબાલા હમેશા તૈયાર છે અને બીજા લોકોને પણ ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે જે લોકો ને હવે ઓક્સિજન સિલિન્ડર પુરી થઇ છે તેવા લોકોએ સિલિન્ડરનો સંગરં ન આ કરવો જોઈએ અને તાત્કાલિક પાર્ટ કરવા માટે વિનમ્ર અપીલ સાથે અરજ કરી છે 

Related News