અજીબો ગરીબ ચોરી એક્ટિવામાં આવેલી 2 ચોરટીએ મોંઘાદાટ બોન્સાઇના પ્લાન્ટ ચોર્યા ;રાજકોટનો કિસ્સો વાંચવા જેવો 

TOP STORIES Publish Date : 06 March, 2021 11:09 PM

અજીબો ગરીબ ચોરી એક્ટિવામાં આવેલી 2 ચોરટીએ મોંઘાદાટ બોન્સાઇના પ્લાન્ટ ચોર્યા ;રાજકોટનો કિસ્સો વાંચવા જેવો 

રાજકોટ

રાજકોટમાં અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે ...જેમાં એક્ટિવામાં આવેલી 2 મહિલા ચોરે કિંમતી બોંસાઈ પ્લાન ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે ..ઘટના સીસીટીવી માં કેદ થઇ છે અને રાજકોટમાં પોષ ગણાતા સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર વિસ્તારમાં આવેલા રહેવાસીઓ હવે પોતાના ઘરના બહાર બોંસાઈ પ્લાન્ટ સૂર્યપ્રકાશ માં રાખતા હવે ડરી રહ્યા છે રાજકોટમાં ચોરીની ઘટના નો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર દસમાં મયુરભાઈ ફળદુ નામના વ્યક્તિના ઘરમાંથી બે મહિલા તસ્કરે બોન્સાઈ સહિતના પ્લાન્ટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ચોરીની અજીબો ગરીબ ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. 
મયુરભાઈ ફળદુ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ગત ૨જી માર્ચના રોજ વહેલી સવારે બે અજાણી સ્ત્રી એકટીવા લઈને પ્રથમ મારા ઘરની આજુબાજુ રેકી કરે છે. રેકી કરતા સમયે તે અમારા ઘર તેમજ અમારા ઘરની દિવાલ પર રહેલ bonsai સહિતના વૃક્ષોને જુએ છે. ત્યારબાદ આજુબાજુમાં કોઈ મકાનમાં જાગે છે કે કેમ તે સહિતની રેકી કર્યા બાદ તે ફરી વખત તમારા ઘર પાસે પોતાનો એકટીવા ઉભુ રાખે છે. ત્યારબાદ બે મહિલા પૈકી એક મહિલા એકટીવા માંથી ઉતરી મારા ઘર તરફ આવે છે. ત્યારબાદ bonsai સહિત 4 જેટલા પ્લાન્ટ ની ચોરી કરી ત્યાંથી નાસી જાય છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ અથવા પામી છે. ચોરીની ઘટના મામલે મેં તારીખ 5 માર્ચ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં પણ મેં પોલીસને મારા ઘર માં થયેલ ચોરી અંગે યોગ્ય તપાસ થાય તે બાબતે વિનંતી પણ કરી છે. મારા ઘરેથી જે ચાર પ્રકારના પ્લાન્ટ ની ચોરી થઇ છે તે પૈકી બોન્સાઇ વૃક્ષ નો ઉછેર હું છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો હતો. ઇન્ડોર પ્લાન્ટ હોવા છતાં sunlight માટે હું અઠવાડિયામાં બે દિવસ તેમને બહાર sunlight પુરતા પ્રમાણમાં મળે તે માટે રાખતો હતો. બોન્સાઇ વૃક્ષ ની જેમ જેમ ઉંમર વધુ હોય છે તેમ તેમ તેની કિંમતમાં પણ વધારો જોવા મળતો હોય છે. બોન્સાઈ વૃક્ષ ની કિંમત 1500 થી શરુ કરી લાખો રૂપિયા સુધી નો હોઈ છે.

Related News