રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં હોબાળો,માથાકૂટ, વિવાદ જાણો શુ છે મામલો

TOP STORIES Publish Date : 10 March, 2021 04:23 AM

રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માતાની ડિલિવરી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા માતા અને સંતાનના મૃત્યુ બાદ અડધી રાત્રીના હોબાળો સર્જાયો હતો, સમગ્ર મામલે અડધી રાત સુધી દેકારો અને હોબાળો સાથે તંત્ર ઉપર આક્ષેપનો મારો લાગ્યો હતો પોલીસ બોલાવવી પડી હતી જોકે અંતે સમગ્ર મામલે ન્યાય ની માંગણી સ્વીકારવામાં આવતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો...શુ છે આખો મામલો જુઓ આ વિવાદ ની વિગતો

ફરી એક વખત રાજકોટ ની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામના 21 વર્ષીય મહિલાને ડિલિવરી બાદ 700 ગ્રામ વજન ધરાવતી પુત્રી સાથે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રી નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કે ત્યાર બાદ તેની માતાનું મૃત્યુ નિપજતા પરિવારજનો માં આક્રોશ ની લાગણી વ્યાપી છે. પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ ની ઘોર બેદરકારી નો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો સાથેજ જ્યાં સુધી સ્ટાફ સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી મહિલાની લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે.  મહિલા નું મૃત્યુ થતાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. જેના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચેલા વાલ્મીકિ સમાજ અને સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ વચ્ચે થઇ ભારે બોલાચાલી પણ થવા પામી હતી. જો કે પોલીસ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા પરિવારજનોને મૃતક નું ફોરેન્સિક પીએમ કરાવવાની પણ છૂટ આપવામાં આવી છે. 
જોકે આ મામલે રાત્રીના બનેલી ઘટના અને પોલીસ દ્વારા હોબાળો કરનાર ની પહેલા અટકાયત અને બાદમાં તેને મુક્ત કરવા તેમજ વિવાદ ઠારવા કરાયેલા પ્રયાસ બાદ હાલ પૂરતું શાંતિ થઈ હોવાનું જાણવા મળ્યું છે

Related News