રાજકોટમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોના ;24 કલાકમાં 13 દર્દીઓના મોતને લઈને ખળભળાટ :લોકોની ચિંતામાં વધારો 

TOP STORIES Publish Date : 03 April, 2021 10:40 AM

 

 રાજકોટમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોના;24 કલાકમાં 13 દર્દીઓના મોતને લઈને ખળભળાટ :લોકોની ચિંતામાં વધારો 

 

રાજકોટ 

રાજકોટમાં કોરોનાએ તાંડવઃ મચાવવાનું શરૂ કર્યું છે અને છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું છે , જોકે મોતના આંકડા અંગે  ડેથ કમિટી નક્કી કરે છે કે ખરેખર કોરોના થી જ કેટલા દર્દીઓના મૃત્યુ થયા છે , પરંતુ કોરોના ની સારવાર હેઠળ હોવાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલ મુજબ જ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસમાં આવેલા એકાએક ઉછાળા ને પગલે તંત્રની ચિંતા વધી છે ખાનગી દવાખાના હાઉસફુલ છે તો સરકારી તંત્ર સરકારી કોવિદ સેન્ટર વધારવા માટે કવાયત હાથ ધરી રહ્યું છે સંખ્યબંધ વિસ્તારોમાં માઈક્રો કંટેનમેન્ટ ઝોન બનાવામાં આવ્યા છે જોકે હવે કોરોના માત્ર વૃધો ને જ નહિ પરંતુ નવજાત ને પણ ચેપ લગાવી રહ્યો છે રાજકોટમાં 3 મહિનાના બાળક બાદ ગઈકાલે માત્ર 13 દિવસની બાળકીને પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે તો સામે આવી રહેલા આંકડા ડરાવી રહ્યા છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે ઓકોએ જ હવે સાવધાન રહેવાની જરૂર છે 

Related News