રાજકોટમાં આજે વધુ 62 દર્દીઓએ ગુમાવ્યા જીવ : 48 કલાકમાં 100 દર્દીઓ સ્વર્ગે સિધાવ્યા

TOP STORIES Publish Date : 26 April, 2021 02:32 PM

રાજકોટમાં આજે વધુ 62 દર્દીઓએ ગુમાવ્યા જીવ : 48 કલાકમાં 100 દર્દીઓ સ્વર્ગે સિધાવ્યા 

 
રાજકોટ 
 
રાજકોટમાં કોરોનાનો કાળો કેર યાથવત છે , આજે વધુ 62 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, ગઈકાલે આ આંકડો થોડો ઓછો હતો ગત દિવસે 49 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા, છેલ્લા 48 કલાકમાં 100 થી વધુ દર્દીઓ સ્વર્ગે સિધાવ્યા છે , કોરોના કાળ સ્વરૂપે સમગ્ર રાજકોટમાં ફરી રહ્યો છે જે પ્રકારે દર્દીઓના જીવ જય રહ્યા છે તે દ્રશ્ય બિહામણું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે એટલું જ નહિ દવાખાનામાં એક એક બેડ માટે 24 કલાક સુધી દર્દીઓએ લાઈનમાં રહેવું પડે છે ઓક્સિજનના બાટલા સાથે દર્દીઓ પીડાતા કણસતા જાણે કોઈ મોટી સજા ભોગવી રહ્યા હોઈ નટવ દ્રશ્યો સિવિલ હોસ્પિટલની બહાર જોવા મળી રહ્યા છે આ સ્થિતિ ની ભયાનકતા ત્યાં આવ છે જયારે કોઈ દર્દીનું મોત થાય ત્યારે તેના ખાલી થયેલા બેડ બીજા દર્દીને ફાળવવામાં આવે છે આ કરુણા અને હૃદયદ્રાવકતા થી કઠણ કાળજાનો માનવી પણ ધ્રુજી જાય છે 

Related News