રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ૧ વર્ષમાં ૯ રાઉન્ડમાં કર્યો ડોર ટુ ડોર સર્વે રાજકોટમાં ૬.૧૯ લાખ કોરોના ટેસ્ટ થયાં

RAJKOT-NEWS Publish Date : 17 March, 2021 10:15 PM

રાજકોટ

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવાની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને કોરોનાના નિયંત્રણ માટેની કામગીરી કરી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ૧ વર્ષમાં ૧૫ લાખની વસ્તીને લક્ષિત કરીને ૯ રાઉન્ડમાં કોરોના સંદર્ભે સર્વે કર્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.વાંઝાએ જણાવ્યું હતું કે, મ્યુ.કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્થ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી અત્યાર સુધીમાં ૯ રાઉન્ડમાં સર્વે કરવાની સાથે ત્રણેય ઝોનમાં કુલ ૨૧ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના સંબંધી કામગીરી સ્ટાફ દ્રારા સુપેરે પાર પાડવામાં આવી છે. આ સંદર્ભે મહાનગરપાલિકા કચેરી ખાતે વોરરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો હતો. તા.૧૬ માર્ચની સ્થિતિએ અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૧૬,૯૮૬ કેસ નોંધાયા છે. જે પૈકી ૨૬૪ એકટીવ કેસ છે. ૧૬,૫૪૯થી વધુ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. ૬,૧૯,૩૧૩ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ ૪૮ ધન્વંતરી રથ, ૩૬ ટેસ્ટીંગ બુથ, ૨૦ સંજીવની રથ અને ૧૨ જેટલી ૧૦૪ હેલ્પલાઇન વાન કાર્યરત છે. 

Related News