સાસુને જીવતી સળગાવી દેનાર વહુની ધરપકડ ;8 દિવસની સારવારના અંતે સાસુએ જીવ ગુમાવ્યો 

NATIONAL NEWS Publish Date : 17 March, 2021 09:02 PM

સાસુને જીવતી સળગાવી દેનાર વહુની ધરપકડ ;8 દિવસની સારવારના અંતે સાસુએ જીવ ગુમાવ્યો 

 
રાજકોટ
રાજકોટ શહેરમાં વૃદ્ધ સાસુ પર પ્રાઈમસ ફેંકીને જીવતી જલાવી દેવામાં આવી છે. છેલ્લા આઠ દિવસથી સારવાર હેઠળ રહેલા સાસુએ આખરે વહેલી સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવમી માર્ચના રોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે કિસ્સામાં વૃદ્ધ સાસુ પર વિધવા પુત્રવધૂએ પ્રાઈમસ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વિધવા પુત્રવધુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હાલતે જેલ હવાલે છે. ત્યારે બુધવારના રોજ વહેલી સવારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વિભાગમાં વૃદ્ધ સાસુ દેવુબેન નાનજીભાઈ મકવાણાએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે હત્યાના પ્રયાસનો બનાવ હત્યામાં પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે. જે તે સમયે હત્યાના પ્રયાસનો બનાવ બનતાં વિધવા પુત્રવધુની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

Related News