દર કલાકે એક વ્યક્તિનું મૃત્યુ :પરિજનો અંતિમ દર્શન પણ કરી શકતા નથી ; આ છે કોરોનાની ભયાનકતા 

NATIONAL NEWS Publish Date : 08 April, 2021 04:43 PM

દર કલાકે એક વ્યક્તિનું મૃત્યુ :પરિજનો અંતિમ દર્શન પણ કરી શકતા નથી ; આ છે કોરોનાની ભયાનકતા 

 

રાજકોટ 

મયુરી સોની 

રાજકોટની સ્થિતિ ભયાનકતા તરફ આગળ વધી રહી છે , જાન્યુઆરી સુધી કોરોના સંપૂર્ણ પણે કાબુમાં હતી એક સમયે વધારાની કોરોના બેડની હોસ્પિટલ અને વ્યવસ્થા બંધ કરવા તરફ તંત્ર વિચારી રહ્યું હતું તો સિવિલ ખાતેના કોરોના હોસ્પિટલ પણ સંપૂર્ણ કોરોના ફ્રી થવા તરફ આગળ વધતી હતી પરંતુ જાન્યુઆરી પૂરો થયો અને સ્થિતિમાં બદલાવ આવ્યો , ફેબ્રુઆરીએ કોરોના માથું ઉંચકવાનું શરુ કરવા લાગ્યો જે આશંકા હતી તે બીજા મહિનાના અંતમાં સાચી ઠરવા લાગી અને માર્ચ મહિનામાં કોરોનાએ જેટ ગતિએ રફ્તાર પકડી લીધી , જ્યાં સુધીમાં તંત્ર કઈ વિચારે કે કોઈ નક્કર આયોજન કરે એ પહેલા માર્ચ મહિનાનો અંત આવ્યો અને કોરોના નું બિહામણું સ્વરૂપ દેખાવા લાગ્યું આજે 8 એપ્રિલ છે રાજકોટની સ્થિતિ કોરોનાના જ્વાળામુખી ઉપર શહેર બેઠું હોઈ તેવી સર્જાઈ છે , રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં દર ત્રણ મિનિટે એક એમ્બ્યુલન્સ કોરોના દર્દીને લઈને નીકળી રહી છે તો દર કલાકે કોરોના ની સારવાર માટે દાખલ દર્દી મોતને ભેંટ ચડી રહ્યું છે આ છે કોરોના નું સાચું સ્વરૂપ જેનાથી ભોગ બનનારા તો ડરી રહ્યા છે પરંતુ હવે તંત્રને પણ ડર લાગી રહ્યો છે , ખાનગી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી જેનું ખરું કારણ ઉદય અગ્નિકાંડ બાદ બદલાયેલી સ્થિતિ છે જેમાં સંખ્યાબંધ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી અને એ હાલના તબક્કે હાઇકોર્ટના નિર્દેશ હોવાથી મળી શકે તેમ પણ નથી એટલે ખાનગી દવાખાનામાં જેટલા છે એટલા જ બેડમાં દર્દીઓ સમાવવા પડી રહ્યા છે માઇનોર સિવાયના કોરોના દર્દીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર એ વ્યવસ્થા કરવી પડી રહી છે જેના માટે યુદ્ધના ધોરણે કલેક્ટર દ્વારા સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલ ખાતે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે,તો અને નર્સિંગ કેન્દ્રો ખાતે વેન્ટિલેટર વગરના દર્દીઓને રાખવા માટે વ્યવસ્થા કરવા તંત્ર કાર્યરત છે તો બીજી તરફ દરરોજ થતા મોતને પગલે દર્દીઓના પરિજનોની સ્થિતિ અતિશય દર્દનાક બની રહી છે અંતિમ દર્શન માટે પણ પરિજનો તડપી રહ્યા છે , બીજી તરફ આ વખતે કાળમુખા કોરોને રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં નાના બાળકોને પણ ચપેટમાં લીધા છે જેને પગલે તેને સારવાર એવી એ મોટો પડકાર બની રહ્યો છે આ વાસ્તવિક સ્થિતિ રાજકોટમાં કોરોના ની છે જેથી ઘરે રહેવું જ સેફ હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે આ બધી પરિસ્થિતિ માટે માસ્ક વગર ફરતા લોકો સૌથી વધુ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે 

Related News