કોરોના રોકવામાં નિષ્ફળ ગુજરાત સરકારને ખખડાવી નાખતી હાઇકોર્ટ 

GUJARAT Publish Date : 12 April, 2021 05:44 PM

કોરોના રોકવામાં નિષ્ફળ ગુજરાત સરકારને ખખડાવી નાખતી હાઇકોર્ટ 

 
અમદાવાદ
 
ગુજરાતમાં કોરોના મામલે સરકારની નિષ્ફળતા અને અંધાધૂંધી વચ્ચે દરરોજ સામે આવતા અહેવાલ અને ફરિયાદો બાદ આજે સુઓમોટો લઈને સુનાવણી હાથ ધરીને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના સોલિસિટર જનરલને ખખડાવી નાખ્યા હતા, રાજ્યમાં રેમન્ડેસેવી ઈન્જેક્શનની તંગી, હોસ્પિટલમાં બેડની અછત, દર્દીઓને લઈને અંધાધૂંધી અને હોસ્પિટલમાં દર્દીઓના સતત થતા મોતને લઈને આજે સુનાવણી કરીને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સરકારને ફટકાર લગાવી છે  રાજ્યમાં ચાલી રહેલી કોરોનની સ્થિતિમાં મીડિયાની કામગીરીને હાઇકોર્ટે આવકારી છે અને જવાબદારી ભરેલા અને ડર્યા વગરના અને નીસ્પક્ષ રૂપથી કરેલી સાચી કામગીરીને હાઇકોર્ટે આવકારી છે તો સતત નિષ્ફળતા ને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને જાટકી નાખ્યું છે રાજ્યમાં લગ્ન સહિતના આયોજન ઉપર નિયંત્રણ લાવવા જેમાં માત્ર અડધી સંખ્યામાં જ લોકોને મંજૂરી આપવા, ધાર્મિક સ્થળ ખાતે ભીડ ઓછી કરવા, માસ્ક લોકો ફરજીયાત પહેરે તે અમલ કરવા તેમજ રેમેસેવીર મામલે પણ હાઇકોર્ટે અણીયારા સવાલ કરીને ઉઘાડો લીધો છે તો કોરોના એક વર્ષથી છે છતાં દવાખાનામાં કોઈ સુવિધા ઉભી ન કરી શકવા બદલ પણ રાજ્યની રૂપાણી સરકારને એક રીતે અરીસો બતાવીને નિષ્ફળતા નો ટેગ લગાવી દીધો હતો 

Related News