રાજકોટમાં પથ્થરના ઘા ઝીંકીને કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાયો

BREAKING NEWS Publish Date : 08 March, 2021 06:45 PM

 

રાજકોટમાં એક ચોરીની બાતમી હત્યા સુધી પહોંચી : શું છે દિલધડક હત્યાનો મામલો 

 

રાજકોટના કુવાડવા રોડ પર થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે.... ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે... હત્યાનું કારણ સાંભળીને તમે પણ ચોંકી જશો કારણ કે હત્યા થઇ છે એક ચોરીની બાતમી આપવાને લઈને,.... ચોરીમાં પકડાયેલી બહેનની  બાતમી આપ્યાની શંકા હત્યામાં પરિણામી છે,.. પોલીસે કમલેશ ઉર્ફે કમો વડોદરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકીને પકડી પાડયા છે..આ શખ્સો પર આરોપ છે મુકેશ સોલંકી નામના વ્યક્તિની હત્યાનો..  ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી.પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા હતા. સમગ્ર મામલે પ્રેસ કોન્ફ્રેંસ કરીને એસીપી ક્રાઇમ ડીવી બાસિયાએ વિગતો આપી છે જેમાં જણાવ્યા મુજબ આ બને શખસોએ ચોરીની બાતમી મામલે હત્યા નિપજાવી હતી , પથ્થરના ઘા ઝીંકીને પોરબંદરના મુકેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો 

 

શા માટે થઇ હતી હત્યા ?

 

પોલીસના કહેવા પ્રમાણે હત્યા કરનાર કમલેશે કબૂલાત આપી હતી કે 5 વર્ષ પહેલા પોરબંદર પોલીસે કમલેશની બહેનને ચોરીના ગુનામાં પકડી પાડી હતી અને ત્યાં કમલેશની બહેને પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી નાખી હતી,. બાદમાં કમલેશના બનેવીએ પણ આત્મહત્યા કરી નાખી હતી. આ બાબતે કમલેશને આશંકા હતી કે તેની બહેનને મુકેશ સોલંકીએ બાતમી આપી હતી આ બાબતે મુકેશ અને કમલેશના પરિવારજનો વચ્ચે મનદુ:ખ ચાલતું હતુ દરમિયાન શનિવારે સાંજના સમયે મુકેશ અને કમલેશ તથા ગોપાલ વચ્ચે માથાકૂટ થઇ હતી અને બાદમાં કમલેશ અને ગોપાલ મુકેશને લઇને બનાવના સ્થળે લઇ ગયા હતા અને ત્યાં પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી.. પોલીસે બંન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી ગોપાલ ઉર્ફે ગોવિંદ અગાઉ ચોરીના ગુનામાં પકડાય ગયો છે..હાલ પોલીસ બંન્નેના રિમાન્ડ લેવાની તાજવીજ હાથ ધરી છે અને આરોપીઓ વિરુધ્ધ કાયદાનો ગાળિયો મજબૂત કરવા પૂરાવાઓ એકત્ર કરી રહી છે..

 

Related News