રાજકોટ : હવસખોર શખ્સ પોલીસના સકંજામાં આવ્યો

RAJKOT-NEWS Publish Date : 09 March, 2021 06:22 PM

 

રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ પાસે મંછાનગર ખાડામાં રહેતી પરિણીતાએ તેની 17 વર્ષ 3 મહિનાવાળી સગીર દીકરી ઉપર દુષ્કર્મ કર્યા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીને સંતાનમાં 6 દીકરી છે ગત તારીખ 1ના રોજ તેઓ કામે ગયા હતા અને પતિ ડ્રાયવિંગ કામ કરતો હોય તે બહારગામ ગયો હતો પાછળથી તેની 17 વર્ષીય દીકરીએ તેને કહ્યું હતું કે અજય નામનો યુવક તેણીને બ્લેકમેલ કરે છે જેથી તેણીને સંબંધીના ઘરે મોકલી દીધી હતી પતિ બહારગામથી પરત આવ્યો ત્યારે બોલાવી પૂછતાં દીકરીએ એવું જણાવ્યું હતું કે અજય સાથે તેણીને એક વર્ષથી પ્રેમસંબંધ હતો તે જયારે ઘરે એકલી હોય ત્યારે અજય ઘરે આવતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો જો તેણી ઇન્કાર કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો આ રીતે તેણે ઈચ્છા વિરુદ્ધ ચારથી-પાંચ વખત શરીર સંબંધ બાંધ્યો હતો ગત તારીખ 28ના રોજ ફરીથી બળજબરી કરી હતી અંતે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પીઆઇ એમ બી ઔસુરા, પીએસઆઇ બી બી કોડિયાંતર, એએસઆઇ વિરમભાઇ ધગલ સહિતના સ્ટાફે હવસખોર અજય ભુપતભાઇ દુધરેજીયાની ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે

 

Related News