હોળી પહેલા જ ચૂંટણીના પરાજયની હોળી:બાવડીયા જૂથનો ડો બોધરા ઉપર ગંભીર આરોપ

BREAKING NEWS Publish Date : 05 March, 2021 05:06 PM

 

રાજકોટ જિલ્લા ભાજપનું ઘર સળગ્યું ;બોઘરા વિરુદ્ધ બાવાડિયાનો જંગ જામ્યો 

 

જિલ્લા ભાજપનું ઘર હોળી પહેલા જ સળગ્યું 

 

રાજકોટ જિલ્લા પંચાયત માં ભારતીય જનતા પાર્ટી માટે વિજય ભલે થયો હોઈ પરંતુ જસદણ ની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોના વિજયે હોળી પહેલા જ ભારતીય જનતા પાર્ટીનું ઘર સળગ્યું છે ..જિલ્લા ભાજપ કાર્યાલય  ખાતે બાવળિયાના સમર્થિત હારેલા ઉમેદવારે બળાપો કાઢ્યો છે અને ડો ભરત બોઘરા સામે સણસણતા આક્ષેપ લગાવ્યા છે ,,,,..જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચેલા બાવળીયા સમર્થકોએ જિલ્લા ભાજપ પ્રમુખ સામે હૈયાવરાળ કાઢી છે અને બોઘરાએ પૈસાથી લઈને તમામ સગવડ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે કરી હોવાનું જણાવ્યું છે.. હારેલા ઉમેદવાર રામભાઈ સાકરિયાએ જણાવ્યું છે એકે કામળાપુરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારના વિજય પાછળ બોઘરા જવાબદાર છે ... કુંવરજીભાઇ સમર્થિત રામભાઈએ બોઘરા, મહામંત્રી વલ્લભભાઈ રામાણી, મનસુખભાઇ રામાણી સામે ગંભીર આક્ષેપ સાથેનો પત્ર લખ્યો છે જોકે આ મામલે મહામંત્રી મનસુખભાઇ રામાણીએ જણાવ્યું કે ક્રોસ વોટિંગ પટેલ સમાજમાં ક્રોસ વોટિંગ થઇ શકે પાતું કોળી સમાજમાં આવું થવું શક્ય નથી આમ આવી વિગતો ખુલ્લી પડવાથી જિલ્લા ભાજપનું ઘર હોળી પહેલા જ સળગી ઉઠ્યું છે 

 

Related News