રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તાના સૂત્રો સાંભળતા પ્રમુખ ભુપતભાઇ બોદર ;ગામડાને ખરેખર ગોકુળિયું બનવવા કામ કરશું : બોદર

GUJARAT Publish Date : 17 March, 2021 09:09 PM

રાજકોટ

જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક મળી, જિલ્લા કલેકટર રેમ્યા મોહન ના અધ્યક્ષ સ્થાને મળી બેઠક, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભુપત બોદર, ઉપ-પ્રમુખ તરીકે સવિતા વાસાણી ની કરવામાં આવી નિમણૂક, બને હોદેદારોએ પોતાનો વિધિવત ચાર્જ સંભાળ્યો

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી.. નવી બોડી નું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું છે જેમાં વિધિવત રીતે પ્રમુખ તરીકે ભુપત ભાઈ બોદર ની વરણી કરવામાં આવી છે.. જેના નામની દરખાસ્ત પીજી કિયાળા દ્વારા કરવામાં આવી... તો ઉપપ્રમુખ તરીકે સવિતાબેન ની વરણી થઈ છે.  જેના નામની દરખાસ્ત મોહનભાઈ દફડા દ્વારા કરવામાં આવી છે .  આજે પ્રમુખપદે વરાયા બાદ ભુપતભાઇ 6 દિવસ ની અંદર નવું બોર્ડ બોલાવશે... જેમાં બજેટ અને અન્ય સમિતિ ઓની રચના કરવામાં આવશે..  8 સમિતિઓ મુખ્ય છે જેમાં શિક્ષણ... બાંધકામ..સામાજિક કલ્યાણ..સહિતના નો સમાવેશ થાય છે...
 

Related News