કળયુગી વહુ : સાસુ ન ગમતા સળગાવી મારી નાખવા કર્યો પ્રયાસ

GUJARAT Publish Date : 10 March, 2021 10:29 AM

 

કળિયુગી વહુ : સાસુ ન ગમતા પ્રાઈમ્સ ફેંકી સળગાવી દેવા પ્રયાસ કર્યો

 

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં વિધવા પુત્રવધુએ પોતાની વૃદ્ધ સાસુ પર ચાલુ પ્રાયમસ ફેંકતા ગંભીર ઇજા પહોંચાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવતા આરોપી વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ આઇપીસી ની કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસ ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

 

 

સામાન્ય રૂપથી સાસુના ત્રાસ અંગે પુત્રવધુની ફરિયાદના કિસ્સાઓ સામે આવતા રહે છે.. વહુને  સાસરીયાઓ ના માનસિક અને શારીરિક ત્રાસ અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતી હોઈ છે. પરંતુ રાજકોટ શહેરમાં " ઉલ્ટી ગંગા વહી " સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં રહેતા દેવું બેન નાનજીભાઈ મકવાણા નામના 70 વર્ષીય વૃદ્ધાએ પોતાની વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ માં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મારો નાનો દીકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હોય. જેથી હું મારા નાના પુત્રની વિધવા અમૃતાબેન તેમજ તેના ત્રણ સંતાનો સાથે નાના પુત્રના ઘરમાં માધાપર ખાતે રહું છું. પરંતુ મારી નાની વિધવા પુત્રવધુ સાથે મારે બનતું ન હોય. તે અવારનવાર નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતી હતી. સોમવારે પણ અમારા બંનેની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ હું મારા મોટા પુત્ર શંકર ને ત્યાં મનહરપુર ખાતે જતી રહી હતી...ત્યારે મંગળવારના રોજ બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાઈમસ ઉપર રોટલી બનાવી રહી હતી. આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે અમૃતાએ કુંદન ને આવીને કહ્યું હતું કે આ ડોસીને તમે અહી શું કામ રાખો છો. ત્યારે કુંદને અમૃતાને કહ્યું હતું કે તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને. આમ, કુંદન ના કહેતા અમૃતા ઉશ્કેરાઇ જઇ ચાલુ પ્રાઈમસ ઉપાડીને મારા ઉપર નાખતા મારા બંને હાથ દાઝી ગયા છે. ઘટનાની જાણ થતા મારો પુત્ર પણ દોડી આવ્યો હતો તેને આગ વધુ પડતી પ્રસરતી રોકી હતી જેના કારણે તે પણ દાઝી ગયો હતો...સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે..

 

Related News