ઝટપટ બનાવો ડ્રેગન પોટેટો વિથ ચીઝ :ટેસ્ટી ટેસ્ટી વાનગી 

માધુરી વાનગી Publish Date : 08 March, 2021 05:12 PM

ઝટપટ બનાવો ડ્રેગન પોટેટો વિથ ચીઝ :ટેસ્ટી ટેસ્ટી વાનગી 

 

સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચીઝી ડ્રેગન પોટેટો બનવવા માટે જોઈએ છે 4 નંગ બટેટા , લીલી કાંદા , મેંદાનો લોટ એક ચમચી, એક ચમચી કોર્ન પાવડર, મીઠું સ્વાદ અનુસાર અને તળાવ માટે તેલ તેમજ સેઝવાન સોસ, સડેફ તલ અને જરૂર મુજબ કોથમરી ના પાન  અને પીરસવા માટે લીલી ચટણી અને સેકેલી બ્રેડ 

 

સૌથી પહેલા કૂકરમાં 2 સીટી વાગે એટલા બટેટા બાફી લેવાના ધ્યાન રાખવાનું કે બટેટા સંપૂર્ણ ભુક્કો થાય એવા બાફ્વાના નથી, બટેટા બફાઈ જાય એટલે ઠંડા પાડવા દેવાના ત્યાર બાદ આ બાફેલા બટેટાની છાલ  ઉતારી ને તેને ચોપ કરવાના છે , ખાસ ચિપ્સ ની જેમ , અથવા તમને ટુકડા ગમે તો ટુકડા ..  આપણે રાખેલા મેદના અને ફોરનના પાઉડર ના મિક્ષ્ચર ને પાણીથી એકદમ તૈયાર કરી લેવાનું છે આ મિશ્રણ પાતળું ઘૂરવું જેવું બનાવી તેમાં બટેટાના પીઆઈએસ મિક્ષ કરીને લેવા ત્યાર બાદ તેલને તવા ઉપર ગરમ કરવા મૂકવું , તેલ ગરમ થાય એટલે તેમાં આ બટેટા ને ધીમા તાપે ટાળવાના છે ધ્યાન રાખવાનું કે તેલ બહુ ન ચડે અને બટેટા તળાઈ જાય .. તળેલા બટેટાને ધીમે ધીમે કાઢીને થોડા ઠંડા પાડવા દેવાના છે .. ત્યાર બાદ બીજી કડાઈમાં થોડું તેલ મુકવાનું છે અને તેમાં સેઝવાન સોસા નાખીને વઘાર કરવાનો છે ..સાથે તરત જ તળેલા બટેટા મિક્ષ કરવાના છે મિક્સ થઇ જાય એટલે તમારે તેમાં ઉપર ગાર્નીસિંગ માટે તલ છાંટી દેવાના છે એટલું જ નહિ ટીન બાઉલમાં કાઢીને તેના ઉપર થોડી ચીઝ સમરી દેવાની છે અને સાથે ડીશમાં શેકેલી બ્રેડ અને લીલી ચટણી સાથે ડ્રેગન પટેટો પીરસવાના છે 

Related News