રાજકોટમાં સ્વસહાય જૂથની મહિલાઓ ને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું

RAJKOT-NEWS Publish Date : 08 March, 2021 06:32 PM

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટના ઉપક્રમે

રાજકોટ, ગોંડલ અને જેતપુર ખાતે સ્વસહાય જૂથની મહિલાઓને રૂ. ૨૨.૨૧ લાખના ચેક વિતરણ કરાયું

રાજકોટ તા. ૮ માર્ચ - વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી-રાજકોટ અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) યોજના હેઠળ રાજકોટ જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં કાર્યરત સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ અને સ્ટાર્ટઅપ ફંડ તેમજ ગ્રામ સંગઠનને સી.આઈ.એફ. ફંડના કુલ ૨૨.૨૧ લાખના ચેક વિતરણ તેમજ સ્વસહાય જૂથની સારી આર્થિક પ્રવૃત્તિ કરતા સભ્યોને, બેંક સખીને, બી.સી. સખીને, બીમા સખીને સારી કામગીરીને ધ્યાને રાખીને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર આપવામાં કરવામાં આવ્યા હતાં.

રોટરી કલબ, જેતપુર ખાતે રાજકોટ, નાયબ જિલ્લા વિકાસ અઘિકારીશ્રી શ્રી રામદેવસિંહ ગોહીલ, જીલ્લા લાઇવલીહૂડ મેનેજરશ્રી શ્રી વીરેન્દ્ર બસીયા, તથા જીલ્લા આસિ. પ્રોજેક્ટ મેનેજરશ્રી દિવ્યેશ મણવરની હાજરીમાં ઘોરાજી, જામકંડોરણા. જેતપુર, ઉપલેટા તાલુકા કક્ષાનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અહીં ૧૧.૭૦ લાખની સહાયના ચેકનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.  

ગોંડલના ટાઉન હોલ ખાતે રાજકોટ નાયબ જિલ્લા વિકાસ અઘિકારીશ્રી નિર્ભય ગોંડલીયા, જીલ્લા આસિ. પ્રોજેક્ટ મેનેજરશ્રી એલ્વીશ ગોજારીયા તથા જીલ્લા આસિ. પ્રોજેક્ટ મેનેજરશ્રી વિરેન્દ્ર અગ્રવાલની હાજરીમાં ગોંડલ તેમજ કોટડા સાંગાણી તાલુકાનો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અહીં રૂ. ૫.૦૪ લાખની રકમના ચેક મહાનુભાઓના હસ્તે લાભાર્થી બહેનોને પાઠવવામાં આવ્યા હતાં. 

જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અઘિકારીશ્રી અનિલ રાણાવસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી  જે. કે. પટેલ તથા જીલ્લા આસિ. પ્રોજેક્ટ મેનેજરશ્રી સરોજબેન મારડીયાની ઉપસ્થિતિમાં રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના સ્વસહાય જૂથોને રૂ. ૫.૫૦ લાખના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

Related News