રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે કોવિદ સેન્ટરનો પ્રારંભ :દર્દીઓને દાતાઓની મળ વડે નિઃશુલ્ક સારવાર મળશે 

TOP STORIES Publish Date : 03 May, 2021 10:29 AM

રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે કોવિદ સેન્ટરનો પ્રારંભ :દર્દીઓને દાતાઓની મળ વડે નિઃશુલ્ક સારવાર મળશે 

 

રાજકોટ 

રાજકોટને સેવાભાવી દાતાઓ અને માનવસેવા મહેકાવતા મૂંઠી ઉંચેરા માનવીઓનું  ગામ કહેવામાં આવે છે અને એટલે જ મહામારીના સમયમાં માનવસેવા માટે આગળ આવ્યા છે દાતાઓ, રાજકોટની એસ. એન. કે સ્કૂલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ, આજથી શરૂ કરવામાં આવ્યું સેન્ટર, દાખલ થનાર દર્દીને સારવાર માટે એક પણ રૂપિયો ચૂકવવો નહિ પડે , રહેવા - જમવા - દવા સહિત ની તમામ સુવિધા મફત ઉપલબ્ધ થવાની છે, 50 બેડ ની ઑક્સિજન યુક્ત સેન્ટર શરૂ કરવામાં આવ્યું, આગામી દિવસોમાં જરૂરિયાત, મંજૂરી અને રીસોર્સ મળીએ 500 બેડ સુધી ની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, ખ્યાતનામ ઉધોગપતિઓએ અને સંતો દ્વારા શરૂ કરવામાં આવ્યું કોવિડ કેર સેન્ટર, ક્રિટીકલ દર્દીઓને નહિ કરવામાં આવે દાખલ, સેન્ટર માં આઇસીયુ ની સુવિધા ન હોવાથી નહિ કરવામાં આવે દાખલ, દર્દીએ દાખલ થવા માટે ફોન દ્વારા એડમિશન લેવું જરૂરી, TGES ના ડાયરેકટર કિરણ ભાલોડિયા, બિલ્ડર એસોસિએશન ના પ્રમુખ પરેશ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ ટિલાળા, BAPS ના અપૂર્વ મુનિ સ્વામી, જ્યોતિ સી. એન.સી ના પરાક્રમ સિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું સેન્ટર

Related News