12 માર્ચના રાજકોટના મેયર,સેન્ડિંગ ચેરમેન,ડેપ્યુટી મેયરની વરણી : જનરલ બોર્ડ બોલાવતા કમિશનર 

TOP STORIES Publish Date : 04 March, 2021 08:04 PM

12 માર્ચના રાજકોટના મેયર,સેન્ડિંગ ચેરમેન,ડેપ્યુટી મેયરની વરણી : જનરલ બોર્ડ બોલાવતા કમિશનર 

 
રાજકોટ 
 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી બાદ શહેરના મેયર કોણ બનશે તેને લઈને અટકળોનો દોર શરૂ થયો છે.. અટકળો વચ્ચે આજે મ્યુનિસિપલ કમિશનરે આગામી 12 માર્ચના રોજ મહાપાલિકાની સામાન્ય સભા બોલાવી છે જેમાં નવનિર્વાચિત નગરસેવકોને આમંત્રિત કરવામાં આવ્યા છે ..મેયર પદને લઈને આ વખતે રોટેશનમાં બક્ષીપંચ સમાજ માંથી ચૂંટાયેલા પ્રતિનિધિને મેયર બનવાનો મોકો મળશે.. મનપાના 18 વોર્ડના 72 નગરસેવકો પૈકી 68 નગરસેવકો ભારતીય જનતા પાર્ટીના છે અને તે પૈકી 6 મહત્વના નામો છે મેયરપદને લઈને જેમાં યુવા નેતા પ્રદીપ ડવ, હિરેન ખીમાણીયા,જીતુભાઇ, ડો મોરજરીયા,બાબુભાઇ ઉધરેજા,નિલેશ જલુ,નરેન્દ્ર ડવનું નામ ચર્ચામાં છે તો સ્ટેન્ડિંગ ચેરમેન જેવા અતિશય મહત્વના પદ માટે ઉજળિયાત સમાજના વિનુભાઈ ધવા, જયમીન ઠાકર, આશીવનભાઈ પાંભર, પુષ્કરભાઈ પટેલના નામો ચર્ચામાં છે. તો ડેપ્યુટી મેયરનું પદ આ વખતે પણ મહિલા નગરસેવકને મળે તેવી શક્યતા છે જેમાં ડો દર્શન પંડ્યા, ડો રાજેશ્વરી ડોડીયા, નીરૂભા વાઘેલા, નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ દેથારિયા ના નામો ચર્ચામાં છે  

 
 

Related News