રાજકોટને દેશનું બેસ્ટ સીટી બનવવાનું લક્ષ્ય, સમય ઓછો કામ વધુ છે :21માં મેયર પ્રદીપ ડવે કહ્યું પહેલું કામ

TOP STORIES Publish Date : 12 March, 2021 08:32 PM

રાજકોટને દેશનું બેસ્ટ સીટી બનવવાનું લક્ષ્ય, સમય ઓછો કામ વધુ છે :21માં મેયર પ્રદીપ ડવે કહ્યું પહેલું કામ

 
રાજકોટ મહાપાલિકાના 21માં મેયર તરીકે વરાયેલા ડો પ્રદીપ ડવએ મેયર બન્યાની સાથે જ રાજકોટને સ્માર્ટ સીટી બનાવવા માટે કામને આગળ વધારવાનું લક્ષ્ય હોવાનું જણાવ્યું છે ,. ડો પ્રદીપ ડવે જણાવ્યું કે રાજકોટ ન માત્ર ગુજરાતનું બેસ્ટ સીટી બને પરંતુ દેશનું સૌથી બેસ્ટ સીટી બને એ માટે કામ કરવું છે અને તેના માટે મારી પાસે સમય ઓછો અને કામ ઘણા છે એટલે દોડવું વધુ પડશે, રાજકોટના પ્રથમ નાગરિક બન્યાનો મને ગર્વ છે.. એક સમયે એ સ્વપ્ન જોયું હતું કે શું હું રાજકોટનો મેયર બની શકું જોકે રાજકોટ સપના પુરા કરે છે અને મારુ સ્વપ્ન પણ પૂરું થયું છે... રાજકોટવાસીઓને આગામી અઢીવર્ષ યાદગાર અને સર્વશ્રેષ્ટ બની રહે તે માટે તમામ નગરસેવકોને સાથે લઈને અને રાજકોટની જનતાને  સાથે લઈને ચાલવાનો પ્રયન્ત કરીશ,..  રાજકોટ મહાપાલિકાના 21માં મેયર તરીકે યુવા નેતા અને એજ્યુકેટેડ નગરસેવક પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે, રાજકોટ મહાપાલિકામાં ભાજપની સંકલન બેઠક મળી હતી, જેમાં પાંચ નામો જાહેર કરવામાં આવ્યા હતા,  જેમાં સૌથી પહેલું નામ દંડક તરીકેનું સુરેન્દ્રસિંહ વાળાનું જાહેર થયું હતું, તો પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ,ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહનું નામ લેવામાં આવ્યું તું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલની વરણી થઇ છે, તો સ્ટેન્ડિંગના 12 સદસ્યોના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે , નવા મેયર સહિતના પદાધિકારીઓને નગરસેવકો, કાર્યકરો અને આગેવાનોએ આવકાર્યા હતા અને પુષ્પહારથી વધાવ્યા હતા

Related News