દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો :હોસ્પિટલથી લઈને સ્મશાન જાતે શોધી આત્મનિર્ભર બનતા પીડિત ભારતવાસીઓ 

TOP STORIES Publish Date : 24 April, 2021 10:30 AM

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો :હોસ્પિટલથી લઈને સ્મશાન જાતે શોધી આત્મનિર્ભર બનતા પીડિત ભારતવાસીઓ 

ન્યૂઝ ડેક્સ 

 

દેશમાં કોરોના બિહામણો બની રહ્યો છે , દિલ્હીથી લઈને ગુજરાત સુધી ઓક્સિજન ની ભારે અછત થી દરદીઓ જીવ ગુમાવી રહ્યા છે સૌથી વધુ ખરાબ સ્થિતિ દેશની રાજધાની દિલ્હીની છે જ્યાં ઓક્સિજનની અછતને પગલે દર્દીઓએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે , કેન્દ્ર અને રાજ્ય સરકારની લડાઈના કારણે દિલ્હીવાસીઓ ના જીવ જય રહ્યા છે તો ગુજરાતમાં અપૂરતી વ્યવાથા અને સરકારી બાબુઓની ગંભીર બેદરકારીને પગલે દર્દીઓ ઓક્સિજન વગર જીવ ગુમાવવા મજબુર બન્યા છે તંત્ર  હથિયાર હેઠા મૂકીને મોતનો તમાશો જોતું હોઈ તેવી અનુભૂતિ જીવ ગુમાવનારા દર્દીઓના પરિજનો અનુભવી રહ્યા છે જેઓ વાયદો કરતા હતા કે અમે ગુજરાતની ચિંતા કરીયે છીએ.. જોકે અહીં જીવન હાથમાંથી સરકી રહ્યું છે અને સરકાર કઈ કરી શકવા અસમર્થ છે જાણે આત્મનિર્ભરનો નારો લોકોને જાતે જ હોસ્પિટલ શોધે, જાતે જ બેડ શોધી લે, જાતે જ ઇન્જેક્શન શોધે, જાતે જ ઓક્સિજન મેળવે અને જાતે જ સ્મશાન શોધીને અંતિમ સંસ્કાર પણ જાતે જ કરી લ્યે આ સ્થિતિ ભારતને વિશ્વ ગુરુ બનવવા જેવી નહિ પરંતુ ભારત કોરોના ભોગી બનીને હજારો ઓકો જીવ ગુમાવી રહ્યા છે 

Related News