કસ્તુરબાધામ ત્રંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દિવ્યાંગોના કોરોના ટેસ્ટ કરાયા :પોઝિટિવ દિવ્યાંગોને આઇસોલેટ કરાયા

RAJKOT-NEWS Publish Date : 29 April, 2021 06:27 PM

કસ્તુરબાધામ ત્રંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દિવ્યાંગોના કોરોના ટેસ્ટ કરાયા :પોઝિટિવ દિવ્યાંગોને આઇસોલેટ કરાયા
રાજકોટ તા.૨૯ 
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ટેસ્ટિંગ , ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
રાજકોટ નજીક કસ્તુરબાધામ ત્રંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અહીં આવેલા કસ્તુરબા  માનવ મંદિર માનસિક દિવ્યાંગોના આશ્ર્યસંસ્થા ખાતે દિવ્યાંગોને શરદી ઉધરસ અને તાવ હોવાની જાણ થતા આરોગ્ય કેન્દ્રના  મેડીકલ ઓફિસર ડો. સરોજબેન જેતપરીયા અને સ્ટાફ દ્વારા ધન્વંતરી રથના ડો.વિશ્વ નાણાવટી સહિતના સાથે સંસ્થામાં જઇ ટેસ્ટિંગ અને તપાસ કરતાં કુલ ૯૭ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૩૫ને પોઝિટિવ રિપોર્ટ આવતા તમામને હળવા લક્ષણો હોય, ઓક્સિજન પ્રમાણ નોર્મલ હોવાથી આઇસોલેટ કરવામાં આવ્યા હતા અને તેમને આરોગ્ય કેન્દ્ર દ્વારા સમયાંતરે આરોગ્યની તપાસ કરવામાં આવશે .પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ કામગીરીને આવકારવામાં આવી છે. 

Related News