ઘોર કલયુગ : સગા બાપે 15 વર્ષની દીકરી ઉપર એક રાતમાં ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો 

BREAKING NEWS Publish Date : 05 April, 2021 06:35 PM

ઘોર કલયુગ : સગા બાપે 15 વર્ષની દીકરી ઉપર એક રાતમાં ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો 

 
રાજકોટ 
 
રાજકોટમાં કળિયુગની પ્રતીતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે રીક્સા ચાલાક સગા બાપે 15 વર્ષની દીકરીને એક જ રાતમાં 3 વખત પોતાની હવસનો શિકાર બનાવી છે , ડરી ગયેલી દીકરીએ પોતાની આપવીતી પોતાની માતાને કહેતા આખરે સાગા બાપ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે . પીડિત દીકરીના જણાવ્યા મુજબ ગત શનિવારના રાત્રીના નશાની હાલતમાં તેના સાગા પિતાએ તેની સાથે પહેલા અભદ્ર હરકતો કરી અને અને ગંદી વાતો કરીને તે ઉપર બળજબરી કરવાની કોશિશ કરી હતી , જોકે ડરી ગયેલી દીકરીએ બાથરૂમમાં પુરાઈ ને બચવાની કોશિશ કરી હતી જોકે હવાસમાં અંધ બનેલા તેના પિતાએ હવે એવું નહિ કરું તેમ કહીને તેણીને બહાર કાઢી હતી , પિતાના વિશ્વાસમાં આવેલી પીડિત પુત્રે બાથરૂમનો દરવાજો ખોલતા જ તેનો પિશાચી પિતા તૂટી પડ્યો અને તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું એટલું જ નહિ પુત્રીને માર પણ માર્યો હતો , જોકે એટલે થી હવાસના વરુનો જીવ ધરાયો ન હોઈ તેમ તેને બીજી વખત પણ પુત્રીના દેહને અભડાવી નાખ્યો હતો અને તેને ડરાવીને સુવડાવી દીધી હતી .. ત્યાર બાદ વહેલી સવારે પણ નશાખોર હેવાન પુત્રી ઉપર તૂટી પડ્યો અને તેને ત્રીજી વખત શિકાર બનાવી હતી આ આખા મામલે ભયથી થરથર ધ્રુજી રહેલી પીડીતાએ સમગ્ર હકીકત તેની માતાને કહી હતી જેને પગલે માટે 181 ની મદદ વડે પુત્રીને રેસ્ક્યુ કરીને આરોપી ની ધરપકડ કરાવી છે .આ મામલે એવી વિગતો પણ સામે આવી છે કે પીડિતાની માટે ત્રાસ અંગે પોલીસ ફરિયાદ કરી હોવાથી તેનો ખાર પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારીને પિતાએ ઉતાર્યો હોવાનું ભાર આવ્યું છે સમગ્ર મામલે મહિલા પોલીસ બનાવ અંગે તપાસ કરી રહી છે 

Related News