રાજકોટમાં આયુર્વંદિક શિરપના નામે નશાયુક્ત પદાર્થનો જથ્થો ઝડપતી પોલીસ 

RAJKOT-NEWS Publish Date : 25 March, 2021 08:59 PM

રાજકોટમાં આયુર્વંદિક શિરપના નામે નશાયુક્ત પદાર્થનો જથ્થો ઝડપતી પોલીસ 

 
રાજકોટ 
 
રાજકોટમાં નશા યુક્ત બોટલોના જથ્થાને પોલીસે પકડી પાડ્યો છે, આયુર્વેદિક ઉત્પાદનના નામે શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી.ડિવિઝન પોલીસે દરોડો પાડીને મોટા પ્રમાણમાં આ જથ્થાને પકડી પાડ્યો છે, શહેર પોલીસે આપેલી પ્રેસ યાદી મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વિવેકસાગર પાનમાં દરોડો પાડીને શંકાસ્પદ શિરપના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે, શંકાસ્પદ શીરપની 1260 જેટલી બોટલોને જપ્ત કરવામ આવી છે.. જેની કિંમત 1 લાખ અને 61 હજાર 300 હોવાનું નોંધાયું છે, જો આ બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ જોવા મળશે તો પ્રોહિબિશન હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવશે 
 
 

Related News