રાજકોટ : લુખ્ખાઓ ફરી બેફામ, માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ ઝાલા ઉપર હુમલો 

BREAKING NEWS Publish Date : 03 April, 2021 01:27 PM

રાજકોટ : લુખ્ખાઓ ફરી બેફામ, માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ ઝાલા ઉપર હુમલો 

રાજકોટ 

રાજકોટમાં ભુમાફિયાઓએ બેફામ બનીને હવે આમ જનતા જ નહિ પોલીસને પણ નિશાન બનવવાનું શરૂ કર્યું છે, ભુમાફિયાઓએ શહેરના માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ વીકે ઝાલા ઉપર હુમલો કર્યો છે , સમગ્ર મામલે મળતી વિગત મુંજાં જમીન કૌભાંડ મામલે કાર્યવાહી કરવા ગયેલી માલવીયાનગર પોલીસના ડીસ્ટાફ અને પીએસઆઇ વીકે ઝાલા ઉપર કેટલાક શખસોએ હુમલો કર્યો હતો જેમાં સામાન્ય ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે  2 દિવસ પહેલા થયેલી મારામારીની ઘટના સંદર્ભે આરોપી કુકી ભરવાડને અને તેના સાગરીતોને પકડવા જતા પોલીસ સ્ટાફ ઉપર હુમલાની ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે , હાલ ઘાયલ પોલીસ કર્મચારીને સારવાર આપવામાં આવી છે જયારે સમગ્ર મામલે ડીસીપી ઝૉન  મનહરસિંહ જાડેજા માલવીયાનગર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વિગતો મેળવી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી 

Related News