હવે સ્વચ્છતા અભિયાનમાં સખી મંડળનો પણ સાથ રાજકોટ જિલ્લામાં સફાઇ કામગીરી કરતી સ્વસહાય જૂથની મહિલાઓ

SAURASHTRA Publish Date : 09 March, 2021 08:56 PM

હવે સ્વચ્છતા અભિયાનમાં સખી મંડળનો પણ સાથ રાજકોટ જિલ્લામાં સફાઇ કામગીરી કરતી સ્વસહાય જૂથની મહિલાઓ

 

હવે સ્વચ્છતા અભિયાનમાં સખી મંડળનો પણ સાથ રાજકોટ જિલ્લામાં સફાઇ કામગીરી કરતી સ્વસહાય જૂથની મહિલાઓ


રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે તે માટે દૈનિક ભથ્થું રૂ ૨૦૦ થી રૂ ૩૦૦ ચૂકવવામાં આવે છે

             

રાજકોટ

પારૂલ આડેસરા, સિનિયર સબ એડિટર, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ
ભારતીય સંસ્કૃતિમાં સ્વચ્છતાનું આરોગ્યની  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત કહેવાય છે કે ‘’જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’’ આ યુક્તિને સાર્થક કરતા રાજકોટ જિલ્લાના સ્વસહાય જૂથની સખી મંડળની બહેનો દ્વારા પાપડ વણવા, ખાખરા બનાવવા, સિલાઇ કામ, મોતી કામ, ભરત ગૂંથણ સહિતની પ્રવૃત્તિઓ તો કરવામાં આવે જ છે હવે આ બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાનમાં પણ યોગદાન આપવાનું શરૂ કરાયુ છે.   
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજનાકીય સહાય પુરી પાડવામાં આવે છે. સખીમંડળની બહેનોને આજીવિકા માટેનું  પ્લેટફોર્મ મળી રહે તે માટે વિવિધ  સરકારી  વિભાગો અને એન.જી.ઓ સાથે કન્વર્જન કરવામાં આવે છે. આજીવિકા માટેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે એન. આર. એલ. એમ. યોજના મારફતે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તલાટી મંત્રીશ્રી અને સરપંચશ્રી સાથે સંકલન કરી રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જેતપુર તાલુકાના જુદા જુદા ગામના સ્વચ્છતા અંગે જાગૃત ગ્રામ પંચાયતની સમિતિ અને સરપંચ  દ્વારા ગામની સ્વચ્છતા જળવાય રહે અને ગામમાં વસતા પરિવારોનું આરોગ્ય અને પર્યાવરણનું  જતન થાય તેમજ પ્રદુષણ અને ગામની ગંદકી દુર થાય અને સ્વચ્છ ભારત મિશન ( ODF Plus )ની કામગીરી વેગવંતી બનાવવાના અભિગમ સાથો સાથ સ્વસહાય જૂથના બહેનોને રોજગારી મળી રહે તે માટે તેમને સફાઇની કામગીરી સોપવામાં આવી છે. 
આ કામગીરીમાં જોડાયેલા સખી મંડળના બહેનોને દૈનિક ભથ્થું રૂ ૨૦૦ થી રૂ ૩૦૦ સુધી મળી રહે છે. સફાઇ કામગીરીથી બહેનોની વિચારધારામાં પણ બદલાવ આવ્યો છે કે કોઈ કામ નાનું નથી જે કામ કરવાથી ગામનું અને પોતાના પરિવારનું ભલું થતું હોય તે કામ કરવામાં જરા પણ સંકોચ કે શરમ ન હોવી જોઈએ તેવી ભાવના જાગી છે. આમ, સખી મંડળના સભ્યો દ્વારા જૂની કલેકટર ઓફીસ, પીએચસી સેન્ટર, ગ્રામ પંચાયતના સફાઈ હુકમ મુજબ ગામની સંપૂર્ણ સફાઇ સખી મંડળના બહેનો કરી રહ્યા છે અને આજીવિકા મેળવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. ભવિષ્યમાં અન્ય ગ્રામ પંચાયતના અન્ય સખી મંડળના બહેનોએ પણ કામગીરી કરવાની તૈયારી બતાવેલ છે. 
      આ સમગ્ર પ્રોજેકટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. પટેલ, પ્રોજેકટ મેનેજરશ્રી વી.બી.બસીયા, આસી. મેનેજરશ્રી સરોજબેન મારડીયા સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુપેરે કાર્યરત છે.

Related News