મીડિયાકર્મીઓ માટે રાજકોટ માં યોજાયો દેશભરનો સૌપ્રથમ વેકસીનેશન  કૅમ્પ 

TOP STORIES Publish Date : 30 March, 2021 10:05 PM

મીડિયાકર્મીઓ માટે રાજકોટ માં યોજાયો દેશભરનો સૌપ્રથમ વેકસીનેશન  કૅમ્પ 

રાજકોટ મનપા દ્વારા આયોજીત રસીકરણ-ડાયાબિટીસ-બીપી નિદાન કેમ્પનો લાભ લેતા પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયાનાં મિત્રો

પત્રકારો-મીડિયાકર્મીઓને કોરોના વિરુદ્ધનું સુરક્ષાકવચ પ્રદાન કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર : રાજુભાઈ ધ્રુવ
કોરોના કાળમાં પત્રકારો-મીડિયાકર્મીઓ સતત તંત્ર અને સમાજ ની વચ્ચે સેતુરૂપી રહ્યા છે : પ્રદિપભાઈ ડવ

રાજકોટ. તા. 30

રાજકોટ આજ રોજ રાજકોટ મહાનગપાલિકા દ્વારા વેસ્ટઝોન શાખા ખાતે રાજુભાઈ ધ્રુવ ના પ્રયત્નો થી વિવિધ માધ્યમોનાં  મીડિયાકાર્મીઓ માટે દેશભરનો સૌપ્રથમ વેસ્સીનેશન કૅમ્પ નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં તમામ પત્રકારો-મીડિયામિત્રો અને તેમના પરિવારજનોને કોરોના વિરૂદ્ધની વેક્સિન આપવામાં આવી રહી છે તેમજ ડાયાબિટીસ-બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પમાં જરૂરી નિદાન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટઝોન ઓફિસ ૧૫૦ ફુટ રિંગરોડ ખાતે સવારે 9થી રાત્રીનાં 8 વાગ્યા સુધી રાજકોટ મનપા દ્વારા યોજવામાં આવેલા રસીકરણ-ડાયાબિટીસ-બીપી નિદાન કેમ્પનું ઉદ્દઘાટન કમિશ્નર ઉદિત અગ્રવાલ, મેયર પ્રદીપભાઈ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશમંત્રીશ્રી  બીનાબેન આચાર્ય તેમજ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, સ્ટે. ચેરમેન પુષ્કર ભાઈ પટેલ, સુરેન્દ્ર સિંહ વાળા,ડો. રાજેશ્રી બેન ડોડીયા ,નાયબ  આરોગ્ય અધિકારી શ્રી પી. પી. રાઠોડ, આરોગ્ય અધિકારી શ્રી લલિત વામજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં ભાજપનાં પદાધિકારીઓ તેમજ વહીવટી અને આરોગ્ય તંત્રનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનથી યોજવામાં આવેલા આ કેમ્પનાં ઉદ્દઘાટન પ્રસંગે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર પોતાના જીવના જોખમે સેવા કરી હતી. પત્રકાર મિત્રોની ચિંતા, મીડિયાકર્મીની ચિંતા કરતા  રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આ બાબતે રજૂઆત કરતા તેવોએ તાત્કાલિક પત્રકાર માટે કોરોના વેક્સિન કેમ્પ માટેની મંજૂરી આપી અને કેમ્પનું આજે આયોજન કર્યું હતું. રાજકોટનાં પત્રકારો-મીડિયાકર્મીઓને કોરોના વિરુદ્ધનું કવચ પ્રદાન કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આભાર. રાજુભાઈ ધ્રુવ ઉપરાંત રાજકોટનાં મેયર પ્રદિપભાઈ ડવએ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન મીડિયાકર્મીઓ તંત્ર સાથે સતત ખડેપગે રહ્યાં છે. આજે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં રાજકોટ મનપા દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મીડિયાકર્મીઓ કોરોના વિરુદ્ધની રસી લઈ સમગ્ર સમાજમાં જાગૃતતા લાવશે કે, સૌ કોઈએ કોરોના વિરૂદ્ધની રસી લેવી જોઈએ. તમામ લોકો કોઈપણ પ્રકારનાં ભય વિના અચૂક કોરોનાની રસી લે તેવી અપીલ પ્રદિપભાઈ ડવએ કરી હતી

Related News