રાજકોટના પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલે કોરોનાની રસી લીધી

SAURASHTRA Publish Date : 04 March, 2021 09:53 PM

રાજકોટના પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલે કોરોનાની રસી લીધીરાજકોટ 

 કોરોનામુકત ભારત માટે શેડયુઅલ મુજબ નાગરિકો કોરોના પ્રતિરોધક રસી મુકાવે તે જરૂરી છે. રાજ્ય સરકારે ઝડપથી લોકોનું વેકિસનેશન  થાય તે માટે પ્રાઇવેટ હોસ્પિટલોને પણ વેકિસનેશન માટે મંજુરી આપી છે. રાજકોટ જિલ્લામાં રસીકરણની કામગીરીને વેગવંતી કરવા માટે જુદા-જુદા સ્થળોએ વેકિસનેસન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 
    રાજકોટ ખાતેના સરકારી કોરોના વેકિસનેસન સેન્ટરમાં સિનિયર સીટીજનો તેમજ બીમારીઓ ધરવતા ૫૦ વર્ષથી ઉપરના લોકોને રજીસ્ટ્રેશન શેડયુઅલ મુજબ રસી  આપવામાં આવી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ શહેરના વેકિસેન્ટરની કામગીરી માટે સંકલન કરવામાં આવી રહ્યું છે. 
    રાજકોટની એ.જી. ઓફિસના પ્રિન્સીપાલ એકાઉન્ટર જનરલ (ઓડીટ) શ્રી યશવંતકુમારે આજે કોરોનાની રસી મુકાવી હતી. 
    તેઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે લોકોએ ગભરાવાની જરૂર નથી. કોરોનાની નાબુદી માટે વેકિસનેસન જરૂરી છે. તેમણે વધુંમાં કહ્યું કે વેકસિનથી કોઇ આડઅસર પણ થતી નથી. તેઓએ સરકારશ્રીની વેકિસનેસનની વ્યવસ્થા માઇક્રો પ્લાનીંગ અને સ્ટાફની ગુણવતાયુકત કામગીરીની પણ પ્રશંસા કરી હતી.     રાજકોટના સિનિયર સીટીજન શ્રી મિનાબેન મોદી, નિવૃત શિક્ષીકા નિરંજનાબેન  ઉપાધ્યાયએ પ્રતિભાવ આપતા કહ્યું કે રસીની કોઇ આડસર થતી નથી. ભારતની રસી સુરક્ષિત છે. કોરોનાની નાબુદી-અંત માટે રસીકરણ કરાવવું જરૂરી છે. 
    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કોરોના મુકત ભારતના સ્વપ્નને સાકાર કરવા પાત્રતા ધરાવતા જેમ-જેમ વારો આવતો જાય તેમ વિવિધ કેટેગરીવાઇઝ લોકો રસી મુકાવે તે જરૂરી છે.નકકી કરેલી ખાનગી હોસ્પિટલમાં રસીકરણની સુવિધા છે.ગુજરાત સરકાર દ્વારા કોરાનાની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અધ્યતન સુવિધા ઉભી કરવામાં આવી છે તેમજ રસીકરણ માટે પણ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
    નિવૃત શિક્ષક૮૦ વર્ષીય વલ્લભભાઇ ભેસદડીયાએ પણ રસી અંગે ખોટી અફવાઓમાંથી દુર રહીને કોરોનાના અંત માટે રસીકરણ કરવા અને સરકારી કેન્દ્રોમાં સારી વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું.

Related News