આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણાની 188 કેન્દ્રો ઉપરથી ખરીદી, રાજકોટમાં 19 સ્થળે ખરીદી

GUJARAT Publish Date : 08 March, 2021 02:27 PM

ગુજરાતમાં આજથી સરકારે ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે , રાજ્યના 188 કેન્દ્ર પર આજથી સરકાર દ્વારા ચણા ની ખરીદી શરૂ કરવામાં આવી છે... જેમાં  એક ખાતેદાર દીઠ 50 મણ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે , જોકે આ વખતે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે જેથીં ખેડૂતો 50 મણ ચણાને બદલે 125 મણ ચણાની ખરીદી કરવાની માંગણી કરી રહ્યાં છે. રાજ્ય સરકાર 1020 રૂપિયાના ભાવે ચણા ખરીદી કરે છે. ટેકાના ભાવે ચણા વેચવા માટે આવેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ,..... ખેડૂતોનું એમ પણ કહેવું છે કે સરકાર દ્વારા ચણાની મોડી ખરીદી કરવામાં આવી રહી છે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 50 મણના બદલે સરકાર દ્વારા 125 પણ થી વધુ ખરીદી કરે તો ખેડૂતોને સારા ભાવ મળી શકે છે...

 આ વખતે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચણાનું મબલખ ઉત્પાદન થયું છે... જેથી ખેડૂતોને સારા ભાવ સાથે સરકાર વધુને વધુ ચણાની ખરીદી કરે ત્યારે સરકારે ખેડૂતોને 50 મણ થી વધુ 125 મણ કે તેનાથી વધુ ટેકો આપે તેવી ખેડૂતોને અપેક્ષાઓ છે. રાજ્યમાં 188 કેન્દ્રો સાથે રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 19 કેન્દ્રો પર સવારે 10 વાગ્યાથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી,, ઉલ્લેખનીય છે કે આજથી 5 જૂન સુધી ખરીદી કરશે,..રાજકોટ જિલ્લામાં 68 હજાર ખેડૂતોએ ચણાનું ટેકાના ભાવે વેંચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે... છેલ્લા એક મહિનાથી ચણા નો પાક ખેડૂતો ના ખેતરમાં તૈયાર થઈ ગયો હતો. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે એક તરફ ચણાની મોડી ખરીદી થઇ રહી છે. તો બીજી બાજુ સરકાર દ્વારા માત્ર 50 મણ ચણાની જ ખરીદી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ગામડે થી જુના માર્કેટિંગ યાર્ડ સુધી લઈ આવવાનો ભાડાનો ખર્ચ એક મળે પચાસ રૂપિયા થઈ જાય છે. એક મહિનો મોડી ખરીદીના કારણે મોટાભાગના ચણા ઓપન માર્કેટિંગ યાર્ડમાં વેચાઈ ગયા છે હાલમાં પણ ઓપન માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ચણાની આવકો થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા 1020 રૂપિયાના મણ લેખે ચણા ની ખરીદી કરવામાં આવે છે 

 

Related News