શાકભાજી મોંઘા,ખાદ્યતેલ મોંઘુ,પેટ્રોલ મોંઘુ :મોંઘા રસોઈગેસનાં બાટલાએ મધ્યમવર્ગની કમર તોડી નાખી 

TOP STORIES Publish Date : 09 March, 2021 04:38 PM

શાકભાજી મોંઘા,ખાદ્યતેલ મોંઘુ,પેટ્રોલ મોંઘુ :મોંઘા રસોઈગેસનાં બાટલાએ મધ્યમવર્ગની કમર તોડી નાખી 

 
રાજકોટ 
મયુરી સોની 
 
સમગ્ર સૌરાષ્ટ્રમાં મોંઘવારીએ મઘ્યમવર્ગની કમર તોડી નાખી છે , શાક્ભાજી મોંઘા થયા છે , ખાદ્યતેલ મોંઘુ થયું છે રસોઈગેસ મોંઘો થયો છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ ભર્યું બન્યું છે , શાકભાજીના ભાવ કિલના 35  થી 100 રૂપિયા સુધી થયા છે , જેમાં ડુંગળી થી લઈને રીંગણાં સુધીના તમામ શાકના ભાવ 30 ટકા જેટલા વધ્યા છે તો શાકભાજી સાથે ખાદ્યતેલ પણ મોંઘુ થયું છે સીંગતેલ તો 2500 રૂપિયાના ભાવે વેંચાઈ રહ્યું છે જોકે કપાસિયા તેલનો ભાવ પણ 2050 ના ડબ્બે પહોંચ્યો છે તો પામોલીનની વાત જ શું પૂછવાની ખાદ્યતેલના ભાવ વધારાની સીધી અસર ગૃહણીના બજેટ  જેમાં દર મહિનામાં 10 કિલો ખાદ્યતેલ સામાન્ય રૂપથી 5 સદસ્યના  હોઈ છે તેઓને એક કિલોના સરેરાશ 20 રૂપિયા વધી ગયા છે જે 10 કિલોએ 200 રૂપિયા નો વધારો છે , તો શાક્ભાજીએ ને તેલ સાથે પેટ્રોલના ભાવમાં વધારાથી લોકોની કમર ભાંગી નાખી છે જેમાં દર મહિને ઇંધણના બજેટમાં 200 રૂપિયાની વધારાની  રહી છે આમ મહિનાના બજેટમાં છેલ્લા 2 મહિનાની મોંઘવારીએ 600 રૂપિયાનો બોજો નાખી દીધો છે એટલું અધૂરું હોઈ તેમ  વધી ગયા હોવાથી તેનો વધારો બોનસના રૂપમાં ગૃહણીઓ સહન કરી રહી છે આવક વધવાને બદલે ઘટી રહી છે અધૂરામાં પૂરું ભાવ વધારો કમર તોડી રહ્યો છે 

Related News