રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌ. યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના સંયુકત ઉપક્રમે પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે 'ઉજાસ’સ્ટુડન્ટસ કાઉન્સેલિંગ અભિયાનનો પ્રારંભ

BREAKING NEWS Publish Date : 02 April, 2021 03:45 PM

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના સંયુકત ઉપક્રમે પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે 'ઉજાસ’સ્ટુડન્ટસ કાઉન્સેલિંગ અભિયાનનો પ્રારંભ

કોરોના કાળને લીધે વિદ્યાર્થેઓમાં જોવાતો માનસિક તણાવ, લર્નીંગ લોસ અને નોન રિસપોન્સીવ એપ્રોચ માટે

રાજકોટમાં એક થી ત્રણ મહિના માટે શાળાના સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ૧૩ શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટર ખોલવામાં આવશે

શાળાના શિક્ષકોને કાઉન્સેલિંગની તાલીમ, મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણ અને તેમની ટીમ દ્વારા આપવામાં આવી છે. બોર્ડની પરિક્ષાઓ નજીક હોવાથી તે માટે પણ ખાસ કાઉન્સેલિંગ કરાશે

        રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકોના પ્રશ્નોને વાચા આપતા જાગૃત સંગઠન તરીકે વિવિધ જાગૃતિ લક્ષી કાર્યક્રમોના અયોજન કરે છે. તાજેતરમાં શાળાઓ કોરોના કાળ પછી ધીરે-ધીરે ખુલી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં ઍકડેમિક લર્નીંગ લોસ, માનસિક તણાવ અને તેને લીધે બાળકો નોન-રિસપોન્સિવ થઈ ગયા છે તેવું મોટા ભાગના શિક્ષકોનું નિરિક્ષણ રહ્યું છે. કોઇ પણ શાળાઓના વર્ગખંડમાં લાઇવ પહેલા જેવું વાતાવરણ જોવા નથી મળતું તેવું શિક્ષકો અને સંચાલકો દ્વારા અનુભવવામાં આવી રહ્યું હતું. આ માટે બાળકોનું મનોવિજ્ઞાનના નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ થવું જોઇએ તેવો અભિપ્રાય વર્તાતા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક એમ.ઓ.યુ કરી ’ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું શહેરના અલગ-અલગ ઝોનમાં ૧૩ શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો શરુ કરાશે. 

        આ અંગે વધુ વિગત આપતા રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી. મહેતા એ જણાવ્યું હતું કે, તબક્કાવાર રાજયમાં શાળાઓ શરુ થતા જીલ્લાની શાળાના શિક્ષકો અને શાળા સંચાલકોએ અનુભવ્યું કે કોરોના કાળમાં અભ્યાસ ખુબ ડિસ્ટર્બ થયો અને માનસિક તણાવયુકત રહ્યો છે. જેને લીધે વિદ્યાર્થીઓમાં શૂન્યતા જોવા મળી રહી છે, તેઓ વર્ગખંડમાં નોન-રિસ્પોન્સિવ બની ગયા હોય તેવું લાગે છે. વર્ગખંડમાં પહેલા જેવી જીવંતતા નથી જોવા મળી રહી. તેનું એક મુખ્ય કારણ અભ્યાસમાં સર્જાયેલો લર્નીંગ લોસ મૂખ્ય જવાબદાર માની શકાય. આ લર્નીંગ લોસ દુર કરવા કે તેનો સેતુ રચવા, વિદ્યાર્થીઓનો રિસપોન્સ ખુબ જરુરી છે. તેઓએ પોતાની અભિવ્યક્તિ જાહેર કરવી પડે. તેમની તકલીફો જણાવવી પડે. આમ તો આ બાબત માતા-પિતા પણ સારી રીતે કરી શકે પરંતુ આ અભ્યાસને લગતી બાબત હોય શાળાના અનુભવી, સિનિયર અને પોઝીટીવ શિક્ષકો દ્વારા થાય તો તે વધુ કારગત નિવડે. આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારોએ મનોમંથન કર્યા બાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક એમ.ઓ.યુ. કરાર કરવામાં આવ્યો છે અને ’ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. ઉજાસના અર્થ મુજબ જે અંધકારમાંથી બહાર લાવે, તેમ આ કાર્યક્રમ થકી જો કોઇ વિદ્યાર્થી માનસિક તણાવ કે દબાણના અંધકારમાં ધકેલાઇ ગયા હોય તેનુ મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરી તેને ઉજાસમાં લાવવાનું કામ સ્વનિર્ભર શાળાના શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવશે.

        આ પ્રોગ્રામ લગભગ એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધી ચાલશે. તેને વિવિધ તબક્કાઓમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ રાજકોટના વિવિધ ઝોનમાં ૧૩ કાઉન્સેલિંગ સેન્ટર સ્થપાશે. જેમાં જે-તે ઝોનમાંથી પસંદ કરાયેલ ૩૬ સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની ટીમ બનાવી તેમને મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને તેમના પ્રાધ્યાપકોની ટીમમાં આસી. પ્રોફેસર ડો. ધારાબેન દોશી, ડો. ડિમ્પલબેન રામાણી, અને ડો. હસમુખભાઈ ચાવડા દ્વારા તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને વિવિધ તૈયાર કરેલા કાઉન્સેલિંગ ફોર્મ દ્વારા વિગતો મેળવી તેમની ચકાસણી અને અધ્યયન કરી તેમાથી જે વિદ્યાર્થીઓને વધારે કાઉન્સેલિંગની જરુર હશે તેને સિનિયર કાઉન્સેલિંગ અને બાળ-મનોવિજ્ઞાનના નિષ્ણાતો પાસે કાઉન્સેલિંગ કરાવવામાં આવશે. આ સાથે સંચાલકો માટે પણ એક તાલીમ વર્ગ યોજાયો હતો. જેમા તેમને શાળાઓમાં તથા તેમના ઝોનમાં કાઉન્સેલિંગ સેન્ટર સ્થાપવા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડશે તેની સમજ અપાઇ હતી.

        આ કાઉન્સેલિંગ સેન્ટરના ઉદઘાટનનો એક મુખ્ય સમારોહ આગામી તા. ૩ એપ્રિલને શનિવારના રોજ યોજાશે જેમાં માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચયુલ રીતે હાજરી આપી, કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત આ તમામ કાઉન્સેલિંગ સેન્ટરોનું તબક્કાવાર તા. ૩ થી ૯ એપ્રિલ સુધીમાં ઉદ્દઘાટન કરાશે. જે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આમંત્રિત મહેમાનોમાં માનનીય શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, શ્રીમતી અંજલીબેન રુપાણી, શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી કમલેશભાઇ મિરાણી, ડો. પ્રદિપભાઇ ડવ, ડો. દર્શિતાબેન શાહ, શ્રી પૂષ્કરભાઇ પટેલ, શ્રી સાંઈરામ દવે, શ્રી હિમાંશુભાઈ દોશી, શ્રી મનોહરસિંહ જાડેજા, શ્રી અર્જુનસિંહ રાણા, શ્રી ભૂપતભાઇ બોદર, શ્રી ગઢવી સાહેબ, શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, શ્રી પ્રદિપભાઈ, શ્રી ગોવિંદભાઇ પટેલ, ડો. અનિલભાઈ રાણાવસિયા, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી પરિમલભાઈ પંડયા, શ્રી ચેતનભાઈ નંદાણી, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડો. મેહુલભાઇ રુપાણી, ડો. નેહલભાઇ શુકલ, શ્રી મૌલેશભાઇ ઉકાણી, માનનીય શ્રી રેમ્યા મોહન, માનનીય શ્રી ઉદિત અગ્રવાલ, શ્રી મનોજ અગ્રવાલ, ડો. રાહુલ ગુપ્તા, ડો. નિતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેસાણી, શ્રી કેલા સાહેબ, શ્રી સરવડા સાહેબ, શ્રી ગિજુભાઈ ભરાડ, શ્રી ગુલાબભાઇ જાની, શ્રી શૈલેષભાઇ સગપરીયા, શ્રી ભદ્રાયુભાઇ વછરાજાની, પ.પૂ.ત્યાગ વલ્લભ સ્વામીજી, પ.પૂ. શ્રી અપૂર્વમુનિ સ્વામી અને પ.પૂ. શ્રી પરમાત્માનંદ સરસ્વતિ સ્વામી હાજરી આપી આયોજકોને પ્રોત્સાહિત કરશે.

        આ કાઉન્સેલિંગ સેન્ટરોને ટોલ ફ્રી ટેલીફોન સેવાથી સજજ કરાશે અને તેની તાલીમ શિક્ષકોને અપાઇ છે. વિદ્યાર્થીઓની મન:સ્થિતીને જાણીને તેમને માર્ગદર્શન કેવી રીતે પુરુ પાડવું તે અંગે શિક્ષકોને જાણકારી અને તાલીમ આપવા મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને તેમના ભવનના અન્ય અધ્યાપકોની ટીમના આસી. પ્રોફેસર ડો. ધારાબેન દોશી, ડો. ડિમ્પલબેન રામાણી, અને ડો. હસમુખભાઈ ચાવડા દ્વારા SFS સંવાદના માધ્યમથી ’શિક્ષક સલાહકારની ભૂમિકામાં’ વિષય પર બે ભાગમાં વેબિનારના આયોજન કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત વાલીઓ માટે પણ ’માતા-પિતા સલાહકાર્ની ભૂમિકામાં’ વિષય પર સંવાદ પણ યોજવામાં આવ્યો હતો. જે રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશનની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેજ પરથી પ્રસારીત કરવામાં આવ્યા હતા.

        રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ માટે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. આખા કાર્યક્રમ અંગે સમય સારણી તૈયાર કરી દરેક સભ્યોને તેમની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. કુલ ૧૩ કાઉન્સેલિંગ સેન્ટર રહેશે જેમા ભૂષણ સ્કૂલ માટે શ્રી મેહુલભાઇ પરડવા, શુભમ સ્કૂલ માટે શ્રી કેતનભાઇ, પંચશીલ સ્કૂલ માટે ડો. ડી.કે.વડોદરીયા અને શ્રી વિધિતભાઇ શાહ, તપોવન સ્કૂલ માટે શ્રી લાલજીભાઇ રાઠોડ, ભરાડ સ્કૂલ માટે શ્રી સચિનભાઇ ત્રિવેદી, શક્તિ સ્કૂલ માટે શ્રી બરમન સર, ન્યુ એરા સ્કૂલ માટે શ્રી રચનાબેન ટાંક, પુરુષાર્થ સ્કૂલ માટે શ્રી મીનાબેન અને રાણા સર, ક્રિસ્ટલ સ્કૂલ માટે શ્રી કેતનભાઇ પ્રજાપતિ અને રણજીતભાઇ ડોડિયા, નવયુગ સ્કૂલ માટે જયદિપભાઈ જલુ, સર્વોદય સ્કૂલ માટે શ્રી ભરતભાઈ ગાજીપરા, જીનિયસ સ્કૂલ માટે શ્રી વિપુલ ઘનવા અને ઉદ્દગમ સ્કૂલ માટે શ્રી હર્ષભાઇ જલુને, એમ દરેક હોદેદારને ઇન્ચાર્જ તરીકે  જવાબદારી આપી છે. આ હોદેદારો સંકલનની જવાબદારીઓ પણ નિભાવશે. કાઉન્સેલિંગ સેન્ટરમાં યોગ્ય રેકોર્ડ અને રિપોર્ટની જાણવણી થાય તે અંગે પણ દેખરેખ રખાશે.  

        આ ઉપરાંત આયોજન કમિટીની પણ રચના કરાઈ છે. જેમાં ગાંધીગ્રામ ઝોનમાંથી જીતેશભાઇ મકવાણા, બેડીપરા ઝોનમાંથી નરેન્દ્રભાઇ પાડલીયા, કાલાવાડ રોડ ઝોનમાંથી જીમિલભાઇ પરીખ, મવડી ઝોનમાંથી હાજીભાઇ ડોડીયા, કોઠારીયા ઝોનમાંથી પરેશભાઇ રોલાની નિમણુક કરાઇ છે. વિદ્યાર્થી કાઉન્સેલિંગ માટે વર્કશોપ પણ રખાશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતા, ઉપપ્રમુખ શ્રી અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી શ્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી શ્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનયર શ્રી જયદિપભાઈ જલુ અને શ્રી મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં બેડીપરા ઝોનના ઉપપ્રમુખ શ્રી રામભાઈ ગરૈયા, ગાંધીગ્રામ ઝોનના ઉપપ્રમુખ શ્રી રાણાભાઈ ગોજીયા, જામનગર રોડ ઝોનના ઉપપ્રમુખ શ્રી એચ. એ. નાકાણી, કાલાવાડ રોડ ઝોનના ઉપપ્રમુખ શ્રી સુદિપ મહેતા, કોઠારીયા રોડ ઝોનના ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ માયાણી અને મવડી ઝોનના ઉપપ્રમુખ શ્રી રાજકુમાર ઉપાધ્યાયને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લાની કોર કમિટીના સભ્યો જેમા રાજય મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ શ્રી જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ શ્રી ડી. વી. મહેતા, ઉપપ્રમુખ શ્રી અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી શ્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી શ્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનયર શ્રી જયદિપભાઈ જલુ અને શ્રી મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં મંડળના તમામ ઝોનના હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે

 

Related News