શિવરાત્રી નિમિતે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

SAURASHTRA Publish Date : 12 March, 2021 08:48 PM

શ્રીરામ ભક્ત હનુમાનજી ગ્રુપ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા પુરુષાર્થ સ્કૂલની સામે શિવરાત્રી નિમિતે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાન તરીકે વોર્ડ નમ્બરના  કોર્પોરેટરશ્રી ડો અલ્પેશભાઈ મોરજરીયા, શ્રી હિરેનભાઈ ખીમાણીયા,શ્રીમતી દુર્ગાબા જાડેજા,દ્વારા અતિવ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આ આયોજનમાં ભાગ લીધો હતો , આ ઉપરાંત આમ્રપાલી પોલીસ ચોકીના પીએસઆઇ હરિભાઈ સોમૈયા સાહેબ, આઇજી ઓફિસના એએસઆઇ જયદીપભાઈ ઉનડકટ,વોર્ડ નમ્બર 9 ના નગરસેવક દક્ષાબેન વસાણી,પણ ઉપસ્થિત રહયા હતા , તો કાર્યને સફળ બનવવા માટે પુરુષાર્થ સ્કૂલના ચેરમેન રાણાભાઇ ગોજીયા,રધુવીર યુવા શક્તિ સંઘના પ્રમુખ કાછેલા ધવલભાઈ અને ઉપપ્રમુખ મોહિતભાઈ અને સોસાયટીના જાગૃત નાગરિક રાજુભાઈ ચૌહાણ સુનિલભાઈ ત્રિવેદી,દીપકભાઈ જોશી, હિતેષભાઇ કણઝારીયા,ભરતભાઈ, લાખાભાઇ વગેરે લોકો જોડાયા હતા 

Related News