રાજકોટથી 15 દર્દીઓને એર એમ્બ્યુલન્સમાં સઘન સારવાર માટે સીફ્ટ કરવામાં આવ્યા 

RAJKOT-NEWS Publish Date : 06 May, 2021 07:57 PM

રાજકોટથી 15 દર્દીઓને એર એમ્બ્યુલન્સમાં સઘન સારવાર માટે સીફ્ટ કરવામાં આવ્યા 

 

દિલ્લી જવા 14 લાખ અને ચેન્નઇ જવા ફી રૂપિયા 22 લાખ 
કોરોના કાળમાં ક્રિટિકલ દર્દીને બચાવવા ઉડતી એર એમ્બ્યુલન્સ

 

રાજકોટમાં કોરોના કાળમાં લોકો પરિજનોને સ્વસ્થ કરવા માટે તેમજ વધુ સઘન સારવાર મળે તે માટે અન્ય મોટા શહેરોમાં સીફ્ટ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે જેમાં એરબ્યુલન્સ ખુબ જ કારગર નીવડી રહી છે . રાજકોટથી અન્ય શહેરોમાં એરલિફ્ટ થવાની સુવિધા ઉપલબ્ધ છે અને તેનો લાભ 2 લોકોએ લીધો પણ છે. ખાસ તો આ સુવિધા ધનવાન લોકો માટે ઉપલબ્ધ થઇ છે કારણ કે આ માટે 14 થી 22 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે , રાજકોટમાં કોરોનાકાળમાં ક્રિટિકલ દર્દીઓને બચાવવા માટે એર એમ્બ્યુલન્સની ઉડાન વધી રહી છે. એપ્રિલ અને મેં માસમાં 15 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત દિલ્લી અને ચેન્નઇ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં દિલ્લી માટે રૂપિયા 14 લાખ અને ચેન્નઇ માટે રૂપિયા 22 લાખનો ખર્ચ થઇ રહ્યો છે.

રાજકોટ એરપોર્ટ ના ડિરેક્ટર દિગંત બોરાહ જણાવ્યા મુજબ , કોરોનાની બીજી લહેર એટલે એપ્રિલ મહિનામાં 8 કોરોનાના ક્રિટિકલ દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત દિલ્લી અને ચેન્નઇ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બીમારી થી પીડાતા 5 નોન કોવિડ દર્દીને ખાનગી એર લાઇન્સ ની એર એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવ્યા છે. જ્યારે મેં મહિનામાં 4 દિવસ દરમિયાન એક કોવિડ અને એક નોન કોવિડ મળી કુલ 2 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવ્યા છે... રાજકોટમાં વધુ સારવાર ન મળી શકે અને એકમો થેરાપી સહિત ટ્રીટમેન્ટ ની જરૂરિયાત જણાય ત્યારે દર્દીને એર એમ્બ્યુલન્સ મદદથી દિલ્લી , ચેન્નઇ અને હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે. રાજકોતમા ત્યાર સુધી એવરેજ દર મહિને 4 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફત અન્ય જગ્યા પર ખસેડવામાં આવતા હતા જે એપ્રિલ માસમાં વધીને એક જ માસમાં 15 દર્દી એર એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવ્યા નું સામે આવી રહ્યું છે. સ્વજનોને બચાવવા માટે પરિવારજનો લાખો રૂપિયા ખર્ચ કરવા પણ તૈયાર થઇ રહ્યા છે...દર્દીઓએ એરલાઇન્સ ના નંબર પર સંપર્ક કરી એર એમ્બ્યુલન્સ બુકીંગ કરાવવાનું રહે છે. જેથી તે એર લાઇન્સ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી ની મંજૂરી માંગે છે અને ત્યાર બાદ મુંબઇ હેડ ઓફીસના એપૃવલ બાદ 3 કલાક ના સમયમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થાય છે. અને રાજકોટ આવ્યા બાદ એર એમ્બ્યુલન્સ મદદથી રાજકોટથી ઉડાન ભરી દોઢ કલાકના સમયમાં જે તે જગ્યા સુધી પહોંચાડવામાં આવે છે.

 

Related News