રોજ 10 હજારને વેક્સીન તો 10 લાખની વસ્તીને વેક્સીન આપતા લાગશે આટલો સમય ?

TOP STORIES Publish Date : 06 May, 2021 09:34 AM

રોજ 10 હજારને વેક્સીન તો 10 લાખની વસ્તીને વેક્સીન આપતા લાગશે આટલો સમય ?

 

રાજકોટ 

રાજકોટ મહાપાલિકા દ્વારા કોરોના સામેના જંગમાં જોરદાર વેક્સિનેશન હાથ ધરવામાં આવી રહ્યું છે , વેક્સિનેશનની સ્પીડ રાજ્યમાં સૌથી વધુ છે પરંતુ રાજકોટમાં તમામ ને વેક્સીન આપતા કેટલો સમય લાગશે એ સવાલ આજકાલ બધાના મનમાં ચાલી રહ્યો છે .. રાજકોટમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની વાત કરીયે તો લગભગ 11 લાખ જેટલા પુખ્તવયના લોકો નોંધાયા છે જે છેલ્લે થયેલી ગણતરી મુજબ ના હોઈ શકે છે .. આજ સુધી રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવે છે તેના આંકડા જોઈએ તો તે રોજના 10 હજારથી 11 હજાર જેટલા નોંધાઈ રહ્યા છે તે જોતા રાજકોટમાં સંપૂર્ણ વેક્સિનેશન આજ સ્પીડે થાય તો 5 મહિના જેટલો સમય તમામ ને વેક્સીન આપવામાં લાગી શકે છે તો જિલ્લાની વાત કરીયે તો આ સમય અંદાજ વગરનો બની શકે છે કારણ કે રાજકોટ શહેરની અંદર સંક્રમણ સાત વધવા લાગ્યું છે અને તેને કંટ્રોલમાં લેવા માટે વેક્સિનેશન એજ સૌથી મોટું શાસ્ત્ર છે ત્યારે સમયની વાત કરીયે તો આજ સ્પીડે એટલે કે રોજ 10 હજારથી લઈને 11 હજારનું વેક્સિનેશન કરવામાં આવે તો 5 મહિનાનો ખાસ્સો સમય લગી શકે છે બધા ને પહેલો ડોઝ આપવામાં જોકે બંને ડોઝ માટે એક વર્ષ સુધીનો લમ્બો સમય લાગી શકે છે .. એટલું જ નહિ આ સમયમાં વેક્સીન નો જથ્થો ઓછો આવે કે ઘટે તો સમય વધી શકે છે .. જ્યારે જિલ્લાની વાત કરીયે તો જિલ્લામાં હજુ આક્રમકઃ વેક્સિનેશન શરૂ નથી થયું તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં ( હાલ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને 10 જિલ્લામાં જ વેક્સિનેશન શરૂ કરાયું છે ) તો સમય અવધિ વધી શકે છે .. આ ગણિત હજુ સુધી કોઈએ કર્યું હોઈ તેવું લાગતું નથી જોકે રાજકોટની આ વાત છે કદાચ રાજ્ય સરકાર આ વેક્સિનેશન માં સ્પીડ વધારે તો પણ ઓછામાં ઓછો રાજકોટ શહેરની વાત કરીયે તો 3.5 મહિના જેટલો સમય લાગી શકે છે 

Related News