રાજકોટમાં આગામી 19થી 21 માર્ચ વેપાર મેળો : 20 માર્ચે ખેડૂત સંમેલન યોજાશે

BUSINESS Publish Date : 06 March, 2021 01:53 PM

 

૨૦ માર્ચ ૨૦૨૧ ના રોજ યોજાશે આફ્રિકામાં કૃષિ-કૃષિની જમીન અંગે રાજકોટમાં સંમેલન

ખેડૂત અને ખેતી સલંગ્ન ઉત્પાદકો માટે સુવર્ણ તક

 

ભારત અને આફ્રિકા માં લગભગ એક સમાન આબોહવા અને સમાન સામાજીક /આર્થિક પરિસ્થિતિ પ્રર્વતમાન છે કે જે બંને દેશો વચ્ચે ભવિષ્યના સહકાર નો પાયો છે, આફ્રિકા નો GDP ૨૦૨૦ સુધીમાં 2.૬ બિલિયન USD પહોચાવાનું અનુમાન છે. ૨૦૩૦ સુધીમાં આફ્રિકા તેનું કૃષિ ઉત્પાદન ૨૮૦ બિલિયન USD થી વધારી ૮૮૦ બિલિયન USD કરવાની ઈચ્છા ધરાવે છે. આ ધ્યેય ખેતીલાયક જમીનને ઉપયોગમાં લાવી અને ઉચ્ચ ઉપજ આપતા પાકોની મદદથી પૂર્ણ કરવામાં આવશે. ભારતે તાજેતરના વર્ષોમાં કૃષિ ક્ષેત્રે નોંધનીય હરણફાળ ભરી છે અને ભારતનું ફુડ સેક્ટર  પરિવર્તન ના તબક્કામાં (વેપાર અનુસંધાને) છે. આને લીધે ભારત  અને આફ્રિકા વચ્ચે  કૃષિ વેપાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ સહયોગની સંભાવનાઓ ઉભી થાય છે.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ પણ ભારતીય કૃષિ વેપારીઓ ખેડૂતો અને  નિષ્ણાતો ને આફ્રિકન દેશો સાથે જોડાવાનું એક મંચ પૂરું પાડે છે. આગામી 19 થી ૨૧ માર્ચ ૨૦૨૧ દરમ્યાન રાજકોટ ખાતે SVUM 2021 International Trade Show યોજાશે જેમાં આફ્રિકન દેશો સાથે કૃષિ ક્ષેત્ર ના કરારો કરવામાં આવશે. આ એકઝીબિશન માં 100 થી વધુ વિદેશી વ્યાપારીઓ મુખ્યત્ત્વે આફ્રિકન તથા સાઉથ એશિયન દેશોમાં થી આવનાર છે. આ વ્યાપારીઓ ખેતી ને લાગતા સાધનો, સિરામિક, મશીનરી, સોફ્ટવેર, કોમ્પ્યુટર હાર્ડવેર, એલ.ઇ.ડી. લાઈટ, સોલાર સાધનો, ટાઇલ્સ, સ્પેર પાર્ટ્સ, ડાઈઝ, કેમિકલ્સ વગેરે વસ્તુઓ ભારત થી ખરીદ કરવાના આશય થી આવે છે. આ ઉપરાંત ત્યાંના દેશો માં ખેતી માટે કરાર  થવાની શક્યતા છે.

આફ્રિકામાં રહેલ કૃષિ ક્ષેત્રની વિશાળ તકો નો મહતમ લાભ કેમ લઇ શકાય? તે માટે આગામી તારીખ ૨૦-૦૩-૨૦૨૧ ના રોજ આંતર રાષ્ટ્રીય  મેળા દરમ્યાન એક વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડૂતો, આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ, વ્યાપારીઓ અને ગુજરાત સરકાર / યુનિવર્સીટીઝ ના હોદેદારો ચર્ચા કરશે અને માર્ગદર્શન આપવામાં આવશે.

આ ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આફ્રિકામાં ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો અને વ્યાપારીઓને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આ પ્રકાર નું સૌરાષ્ટ્ર માં યોજાતુ આ પહેલું સંમેલન હોય વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા આમંત્રણ છે. સેમિનાર કે એક્ઝીબિશન માં કોઈ એન્ટ્રી ફી નથી.

 

ખેડૂત સંમેલન - તારીખ ૨૦ માર્ચ ૨૦૨૧ - શનિવાર ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે

સ્થળ: એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, આજી વસાહત, ૮૦ફૂટ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૩

વેપાર મેળો તારીખ : 19 થી ૨૧ માર્ચ ૨૦૨૧ સમય : સવારે ૧૦.૦૦ થી ૦૬.૦૦ ઉપરોક્ત સ્થળે ચાલુ રહશે

Related News