મેરે આંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ ; બાવળિયાના પોસ્ટરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ બોઘરાને સ્થાન નથી !

SAURASHTRA Publish Date : 14 May, 2021 07:08 PM

મેરે આંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ ; બાવળિયાના પોસ્ટરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ બોઘરાને સ્થાન નથી !

 

રાજકોટ 

રાજકોટ જિલ્લામાં ભાજપના 2 બળિયાઓ વચ્ચે શીતયુદ્ધ યાથવત રીતે ચાલી રહ્યું છે અને હવે આ યુદ્ધ પોસ્ટરથી લઈને ડિજિટલ સુધી પહોંચી ગયું છે , કોરોનાની લડાઈમાં લોકોને બચાવવા માટે વિંછીયાને યુદ્ધ મેદાન બનાવ્યું છે , 2 દિવસ પહેલા રસ્તા ઉપર મોટા બૅનરોને લઈને વિવાદ ચાલ્યું હતું હવે આ વિવાદ આગ સોશિયલ મીડિયામાં પણ લાગી છે,.. વૉટ્સએપ ઉપર 12 ગામોમાં નિઃશુલ્ક દવાનું વિતરણ સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દવારા વિતરણ કરવામાં આવી રહ્યા છે આ પોસ્ટરમાં સૌથી મોટું કદ કુંવરજીભાઇ બાવળીયા નું છે એ સ્વાભાવિક છે જયારે પીએમ મોદી સાહેબથી લઈને અન્ય નેતાઓના ફોટા નાના છે જોકે આ ફોટામાં સ્થાનિકે નેતા  કે જેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ છે તેને જ સ્થાન નથી જોકે આ વાત અહીં અટકે તેમ નથી આગળના દિવસમાં આ લડાઈ આગળ પણ ચાલુ જ રહે તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે 

Related News