સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવના સહયોગથી રાજકોટમાં પત્રકારો અને તેઓના પરિવાર માટે કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો કેમ્પ યોજાયો 

TOP STORIES Publish Date : 30 April, 2021 02:42 PM

સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવના સહયોગથી રાજકોટમાં પત્રકારો અને તેઓના પરિવાર માટે કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો કેમ્પ યોજાયો 

 
 
રાજકોટ 
 
રાજકોટ ખાતે કાર્યરત  ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા,ડિજિટલ મીડિયાના મિત્રો માટે કોરોના વેક્સિનેશન માટેનો બીજો ડોઝ આપવાનો કેમ્પ રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન ખાતે યોજવામાં આવ્યો હતો, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા અને માયાળુ માનવી તેમજ મીડિયા મિત્રોના સાચા સ્નેહી રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટ મહાપાલિકાનો સહયોગ લઈને આજે 30 એપ્રિલના રોજ બીજો ડોઝ પણ રાજકોટના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો કેમેરામૅનો અને ફોટોગ્રાફરોને ઉલ્પબદ્વ કરાવ્યો હતો આ પ્રસંગે ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ,અમલેશ મીરાની પણ ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર આયોજન રાજુભાઈ ધ્રુવના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી ડો લલિતભાઈ વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો પંકજ રાઠોડ અને આરોગ્ય વિભાગના સહયોગથી યોજવામાં આવ્યું હતું સવારે 9 વાગ્યાથી આ વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં પત્રકારો અને તેના પરિજનો એ વેક્સિનેશન માં ભાગ લઈને કોરોના સામે સુરક્ષા ચક્ર પ્રાપ્ત કર્યું હતું , વેક્સીન લેવા માટે વીટીવી ના ધર્મેશ ભાઈ વૈદ્ય, એ એન આઈના સુરેશભાઈ પારેખ,એબીપી અસ્મિતાના પરાક્રમસિંહ જાડેજા,ટીવી 9 ના મોહિત ભટ્ટ , ઝી 24 કલાકના ગૌરવ દવે, કેમેરામેન ઉદય પાવર,ટીવી 9 ના ભાવેશ લશ્કરી, મંતવ્યના રવિ ચાવડા,એબીપી અસ્મિતાના મોહિત લાઠીયા,તેમજ સંખ્યાબંધ પ્રિન્ટના પત્રકારો અને ફોટોગ્રાફરોનો સમાવેશ થયો છે તેઓના પરિજનોએ પણ વેક્સિનેશન માં ભાગ લીધો છે 

Related News