રૂપાણી સાહેબ રાજકોટવાસીઓ સજ્જડ બંધ રાખી નિયમો પાડ્યા, હવે સરકાર હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન,વેન્ટિલેટર અને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી રાજધર્મ નિભાવે 

TOP STORIES Publish Date : 28 April, 2021 06:59 PM

રૂપાણી સાહેબ રાજકોટવાસીઓ સજ્જડ બંધ રાખી નિયમો પાડ્યા, હવે સરકાર હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન,વેન્ટિલેટર અને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી રાજધર્મ નિભાવે 

રાજકોટ 

રાજ્ય સરકાર દવારા મીની લોકડાઉંન નો આજથી 5 મેં સુધી રાજ્યના 29 શહેરમાં અમલ શરૂ કરાવી દીધો છે, ત્યારે સીએમ રૂપાણી સાહેબનું હોમ ટાઉન રાજકોટ પણ સજ્જડ નિયમ પાલન કરીને સરકારને સાથ આપી રહ્યું છે..  ત્યારે હવે આપે રાજધર્મ નિભાવીને રાજ્યના નાગરિકોને મહામારી માંથી ઉગારી લેવાની જરૂર છે.. રાજકોટમાં લાઈન વગર બધા માટે બેડ ઉપલબ્ધ કરાવી આપવા, જરૂરિયાત મુજબ ઓક્સિજન અને ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની છે કારણ કે તેમે જ કહો છો કે મોસાળે જમણ અને માં પીરસનાર છે.. આવું તમે વારંવાર કહો છો હવે તમે કરી બતાવો એ જરૂરી છે.... હવે ઋણ ચૂકવીને રાજકોટવાસીઓને બચાવી લો એજ આશા લોકો રાખી રહ્યા છે કારણ કે દરેક ચૂંટણીમાં માગ્યા કરતા વધુ મત આપ્યા છે.. તો મત જેટલા બેડ અને ઓક્સિજન ની વ્યવસ્થા કરી આપવી નૈતિક ફરજ છે.. 

Related News