વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલીત વી.વી.પી. ઈજનેરી કોલેજ અને ઈન્દુભાઈ સ્કુલ ઓફ આર્કિટેક્ચર કર્મચારી પરીવાર તરફથી રૂા. ૭પ૦૦૦/ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે અર્પણ

GUJARAT Publish Date : 27 February, 2021 09:30 PM

વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલીત વી.વી.પી. ઈજનેરી કોલેજ અને ઈન્દુભાઈ સ્કુલ ઓફ આર્કિટેક્ચર કર્મચારી પરીવાર તરફથી રૂા. ૭પ૦૦૦/ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે અર્પણ

 

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય અને દિવ્ય મંદીર નિર્માણ માટે સમગ્ર ભારતમાં નીધી એકત્ર કરવામાં આવી રહી છે ત્યારે ''રાષ્ટ્રાય સ્વાહા ઈદમ ન મમ'' દેશભકિત સાથે ઉચ્ચ ટેકનોલોજીનું શિક્ષણ આપણી ભારતની સર્વશ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજ વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલીત વી.વી.પી. ઈજનેરી કોલેજ અને ઈન્દુભાઈ સ્કુલ ઓફ આર્કિટેક્ચર કર્મચારી પરીવાર તરફથી રૂા. ૭પ૦૦૦/- (પંચોતેર હજાર રૂપિયા) આજરોજ વિશ્વ હિન્દુ પરિષદનાં મહામંત્રી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે રાજકોટનાં સંયોજક એડવોકેટ નીતેષભાઈ કથીરીયા અને સહસંયોજક મૂકેશભાઈ કામદારને સંસ્થાનાં આચાર્ય ડો. જયેશભાઈ દેશકરે અર્પણ કરેલ હતી.  આટલી સારી પવૃતિ કરવા બદલ વી.વી.પી. કર્મચારી પરિવારને સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર અને સંસ્થાનાં આચાર્ય શ્રી ડો. જયેશ દેશકરે અભિનંદન પાઠવેલ હતા.

Related News