દેશના જાણીતા પત્રકાર અને આજતક ચેનલના યુવા એન્કર રોહિત સરદાના કોરોના સામેનો જંગ હાર્યા 

NATIONAL NEWS Publish Date : 30 April, 2021 02:53 PM

દેશના જાણીતા પત્રકાર અને આજતક ચેનલના યુવા એન્કર રોહિત સરદાના કોરોના સામેનો જંગ હાર્યા 

ન્યૂઝ ડેક્સ 

દેશના જાણીતા ન્યૂઝ એન્કર અને પત્રકાર તેમજ ઉમદા વ્યક્તિ રોહિત સરદાનાનું નિધન થયું છે તેઓ કોરોના પોઝિટિવ હોવાને પગલે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, રોહિત ઝી ન્યૂઝમાં વર્ષો સુધી એંકરિંગ અને ડિબેટ કરી વર્ષ 2017 થી આજતક સાથે જોડાયા હતા , પોતાની આગવી શૈલી અને નીસ્પક્ષ ડિબેટને લઈને દેશમાં જાણીતા રહયા છે તેઓએ અનેક નેતાઓ અને સોસીયલ ક્ષેત્રના દિગ્જ્જો ને ડીબેટમાં બોલતા બંધ કર્યા છે પરિવારમાં 2 સંતાનોને છોડીને તેઓ જતા રહયા છે ઝી ન્યૂઝ ના એડિટર સુધીર ચૌધરી દ્વારા તેઓના નિધનને લઈને ટ્વીટ કરવામાં આવ્યું છે તો દેશભરના પત્રકારોએ અને તેઓની સંસ્થા આજતક ના ઍન્કરો અને પત્રકારોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે ખુબ જ પ્રતિભાશાળી અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા રોહિતના અચાનક નિધન થી તેઓને ઓળખતા તમામ દુઃખી થઇ રહ્યા છે ગુજરાતપોસ્ટ તરફથી રોહિત સરદાના ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ઈશ્વર તેઓના પરિજનોને આ મોટું દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના 

Related News