ઘર વિહોણા લોકો માટે ઘરના ઘરની જાહેરાત, રાજકોટ મહાપાલિકા બનાવશે 4171 ફ્લેટ :આવાસ યોજના જાહેર 

GUJARAT Publish Date : 03 April, 2021 01:36 PM

ઘર વિહોણા લોકો માટે ઘરના ઘરની જાહેરાત, રાજકોટ મહાપાલિકા બનાવશે 4171 ફ્લેટ :આવાસ યોજના જાહેર 

રાજકોટ 

રાજકોટ મહાપાલિકાના મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ રાજકોટમાં રહેતા અને ઘર નું ઘર ન હોઈ તેવા પરિવારો માટે 4171 ફ્લેટની આવાસ યોજના જાહેર કરી છે , મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, મેયર ડવ અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દ્વારા આ યોજનાને જાહેર કરવામાં આવી છે , જેમાં 1 બેડરૂમ હોલ કિચન ના 1648 ફ્લેટ , એક બેડરમ હોલ કિચન સાથે સ્ટડી રૂમના 1676 ફ્લેટ અને 2 બેડરૂમ હોલ કિચનના 847 ફ્લેટની આવાસ યોજના જાહેર કરી છે સોમવારથી તેના ફોર્મનું પણ વિતરણ શરૂ કરવામાં આવશે , આ ફ્લેટ અનુક્રમે 3, 5.5 લાખ અને 24 લાખની કેટેગરીના હોવાનું જણાવ્યું છે ફોર્મ આઈસીઆઈસીઆઈ બેન્કની અલગ અલગ બ્રાન્ચમાં ઉપલબ્ધ થશે 

Related News