રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમ્યું :લાગી 5 કિમિ લાંબી કતારો, કાલથી હરરાજી શરૂ થશે  

BREAKING NEWS Publish Date : 01 April, 2021 09:29 AM

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમ્યું :લાગી 5 કિમિ લાંબી કતારો, કાલથી હરરાજી શરૂ થશે  

 
રાજકોટ 
 
રાજકોટમાં માર્ચ એન્ડિંગને પગલે બંધ રહેલું બેડી માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમી ઉઠ્યું છે, આજે તમામ ખેડૂતોની આવકને યાર્ડમાં ઠાલવવા દેવામાં આવશે આવતીકાલથી હરરાજી શરૂ કરવામાં આવશે , સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ ગુજરાતપોસ્ટ.કોમ ને જણાવ્યું કે માર્ચ એન્ડિંગને લઈને ગત સપ્તાહે કામકાજ બંધ હતું હિસાબો પુરા થયા બાદ આજથી ખેડૂતોને યાર્ડમાં માલ ઠાલવા દેવાશે અને માલની આવતીકાલે હરરાજી શરૂ થશે , જેને પગલે બેડી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મોડી રાત્રિથી જ ખેડૂતો અલગ અલગ જણસીઓ લઈને આવ્યા હતા, ખેડૂતોએ વાહનોની 5 કિમિ લાંબી કતારો લગાવી દીધી હતી , સવારથી યાર્ડમાં એક બાદ એક વાહનોને એન્ટ્રી આપવામાં આવી છે , યાર્ડમાં મુખ્યત્વે ઘઉં,જીરું,ધાણા,રાઈ,સહિતની જણસીઓ લઈને ખેડૂતો ઉમટયા છે બેડીના ગેટથી લગભગ 5 કિમિ લાંબી વાહનોની કતારો લાગી છે 
 
 

Related News