રાજકોટમાં ધુળેટીના રંગમાં ભંગ :આજી નદીમાં ડૂબી જતા 2 યુવાનોના મોત 

BREAKING NEWS Publish Date : 29 March, 2021 06:31 PM

રાજકોટમાં ધુળેટીના રંગમાં ભંગ :આજી નદીમાં ડૂબી જતા 2 યુવાનોના મોત 

 

રાજકોટ 

રાજકોટ નજીક ત્રંબા ખાતે પસાર થતી આજીનદીમાં ડૂબી જતા રાજકોટના 2 આશાસ્પદ યુવાનોના મોત થતા ધુળેટીનો આનંદ ગમગીનીમાં છવાયો હતો , ધુળેટીના રંગે રમ્યા બાદ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા શ્રીરામ પાર્કમાં રહેતા 2 યુવાનો પોતાન મિત્રો સાથે આજીનદી ત્રંબા ખાતે નહાવા માટે ગયા હતા જ્યા બંનેના ડૂબી જતા મોત નિપજ્યા હતા , રાજકોટમાં ધુળેટીની ઉજવણી કોરોના ના નિયમોને આધીન રહી છે , જોકે ઘર પરિવાર સાથે ધુળેટીની રંગારંગ ઉજવણીના રંગમાં બપોરે ભંગ પડ્યો હોઈ તેમ દુઃખદ સમાચાર સામે આવ્યા હતા, રાજકોટના આજીડેમ નજીક આવેલા શ્રીરામ પાર્કમાં રહેતા 2 યુવાનો ત્રંબા પાસે આજીનદીના પાણીમાં ડૂબી ગયા હતા અને બંનેના મોત નિપજતા ધુળેટીના રંગમાં દુઃખદ કાળો રંગ ઉમેરાયો હતો , મૃતક યુવાનોના નામ અરજનભાઇ ભુવા તેમજ કલ્પેશભાઈ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે , 

 

 માહિતી અનુસાર ત્રાંબાની આજી નદીમાં ધૂળેટી રમ્યા બાદ સાત જેટલા યુવાનો નાહવા પડયાં હતા. જે પૈકી બે યુવાનો ડૂબી જતા તેમના મોત નિપજ્યા છે. રાજકોટના આજી ડેમ પાસે આવેલા શ્રીરામ પાર્કમાં બંને યુવાનો રહેતા હતા. અરજણભાઈ ભુવા નામના 20 વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું છે. જ્યારે  તેની સાથે રહેલા કલ્પેશભાઈ પ્રજાપતિ નામના એક 21 વર્ષીય યુવાનનો પણ ડૂબી જતા મોત નિપજ્યું છે.

સમગ્ર મામલાની જાણ ફાયરબ્રિગેડ તેમજ આજીડેમ પોલીસને થતાં ફાયર બ્રીગેડ તેમજ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને યુવાનોની લાશને આજી નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ આજીડેમ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો સાથે જ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવાનોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવી હતી.

Related News