રાજકોટમાં સામાકાંઠે શિવ જવેલર્સમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગના 4 શખ્સો ઝડપાયા ; લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો 

BREAKING NEWS Publish Date : 07 May, 2021 12:19 PM

રાજકોટમાં સામાકાંઠે શિવ જવેલર્સમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગના 4 શખ્સો ઝડપાયા ; લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો 

 

રાજકોટ 

રાજકોટમાં સામાકાંઠે આવેલા શિવ જવેલર્સમાં ભર બપોરે લાખો રૂપિયાની લૂંટની ઘટનાને અંજામ આપનાર અંતર રાજ્ય ગેંગના ચાર સદસ્યોને હરિયાણાથી ઝડપી લેવામાં આવ્યા છે આ ચાર સદસ્યો પૈકી એક ઉપર રાજસ્થાન સરકારે 5 હજારનું ઇનામ પણ જાહેર કર્યું છે , ઝડપાયેલા સાક્સોન કબ્જામાંથી લગભગ 60 લાખથી વધુના મુદ્દામાલને કબ્જે કરવામાં આવ્યો છે , શહેર પોલીસની એક ટીમે હરિયાણા પહોંચીને આ ટોળકીને પકડી પાડી હોવાનો ખુલાસો થયો છે, પોલીસે જાહેર કરેલી વિગત મુજબ લગભગ 85 લાખથી વધુના દાગીનાની લૂંટને ભર બપોરે આરોપીઓએ હથિયાર સાથે અંજામ આપ્યો હતો 

 

સમગ્ર મામલે ઘટના ઉપર નજર કરીયે તો રાજકોટમાં સામાકાંઠે બનેલી લૂંટની ઘટના માં બપોરના સમયે લૂંટારુઓ દુકાનમાં પ્રવેશે છે, શિવ જવેલર્સ નામની આ પેઢીમાં ચાર જેટલા શખ્સો આવે છે દુકાનદાર સાથે વાતચીત કરીંને તને ઉલજવા પ્રયાસ કરે છે જેવો દુકાનદાર ગફલતમાં રહે છે તેવા જ લૂંટારુઓ પૈકી એક શખ્સ દુકાનદારને શોવ રૂમમાં રહેલી તિજોરીમાં પૂરીને ફરાર થઇ જાય છે , સમગ્ર મામલે જયારે દુકાનદારની પત્ની ચા લઈને આવે છે, ત્યારે દુકાન લૂંટાયેલી નજરે પડે છે અને તિજોરીમાં દુકાનદાર હોવાનું માલુમ પડતા તેઓએ તેને બહાર કાઢે છે, ઘટનાથી આઘાત પામેલા દુકાનદારે પોલીસને જાણ કરીને સમાગર મામલે ફરિયાદ લખાવે છે, ઘટના મોટી અને ખળભળાટ મચાવનારી હોવાથી પોલીસ કમિશનર સહિતનો કાફલો દોડી જાય છે અને લુંટારૂને પકડવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના બિંદુઓ પાર તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને લુટારુઓની બાતમી એકત્ર કરી તેઓને પકડી પાડે છે 

Related News