સુરતમાં કોર્પોરેટરોને મળ્યો કેજરીવાલનો મંત્ર :જનતા જ સૌથી મોટી છે !

TOP STORIES Publish Date : 26 February, 2021 11:18 PM

સુરતમાં કોર્પોરેટરોને મળ્યો કેજરીવાલનો મંત્ર :જનતા જ સૌથી મોટી છે !

 

સુરત 

સુંર્ત મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝળહળતો દેખાવ કરીને મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવી છે .. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત ખાતે પહોંચ્યા હતા ..સુરત પહોંચેલા કેજરીવાલ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકોને રૂબરૂ મળ્યા હતા અને વિજય બાદ નગરસેવકો માટે ખાસ મંત્ર આપીને જનતાની સેવા કેમ કરવી આને આગળના સમયમાં આમ આદમી પાર્ટીને કેગવી રીતે સ્થાપિત કરવી તે જણાવ્યું હતું ..સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ આમ આદમી પાર્ટી માટે ગુજરાત પ્રવેશ માટેનું પહેલું પગથિયું હતું અને સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીને લોકોએ મત આપીને તેના નગરસેવકોને ચૂંટી કાઢ્યા છે એ બતાવે છે કે ગુજરાત પરિવર્તનના મૂડમાં છે .. નન માત્ર સુરત પરંતુ સૌરાષ્ટ્રમાં પણ આમ આદમી પાર્ટીના દેખાવની ચર્ચાઓ થઇ રહી છે ..કોંગ્રેસના થયેલા સૂપડા સાફ અને આપ ના ઉભરતા મોડેલને પગલે સુરતમાં કેજરીવાલે આપ ના તમામ ચૂંટાયેલા નગરસેવકોને વિજય માટે અભિનંદન આપ્યા હતા એટલું જ નહિ સુરતના રહેવાસીઓનો આભાર માન્યો હતો.. તો આગામી દિવસોમાં જનતાના સુખ માટે દિલ્હી ની જેમ દરેક શહેરમાં પ્રજાના પ્રશ્નોને ઉઠાવવામાં આવે અને જનતાની વચ્ચે આમ આદમી પાર્ટી રહીને વિધાનસભાની તૈયારી કરે એ અંગે પણ ખાસ દિશાનિર્દેશ આપ્યો હતો 

Related News