દેશમાં વધી રહ્યા છે બ્લેકફંગસના કેસ : રાજકોટથી હવે નોઈડા સુધી કાળોકેર 

TOP STORIES Publish Date : 15 May, 2021 08:49 AM

દેશમાં વધી રહ્યા છે બ્લેકફંગસના કેસ : રાજકોટથી હવે નોઈડા સુધી કાળોકેર 

 

રાજકોટ 

દેશમાં બ્લેક ફન્ગસ એટલે મ્યુકોમાંઇકોસિસ ના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે, સતત વધતા કેસને લઈને દેશમાં હવે ચિંતાનો માહોલ છે પહેલા કોરોના અને કોરોનાના દર્દીઓ ને બ્લેક ફંગસ નો રોગ પીડા આપી રહ્યો છે , ગુજરાતમાં આ રોગ રાજકોટ,વડોદરા,સુરતમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે , તો રાજકોટમાં સૌથી વધુ કેસ બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ આ કેસ ચિંતા ઉપજાવી રહ્યો છે , મધ્યપ્રદેશના કેટલાક શહેરમાં બ્લેકફંગસના સંખ્યાબંધ દર્દીઓ નોંધાયા છે , તો નવે આ રોગે દેશની રાજધાનીની નજીકના કેન્દ્ર નોઈડા ને પણ પોતાનું ઘર બનાવી લેવાની કોશિશ કરતો હોઈ તેવી અનુભૂતિ થઇ રહી છે , નોઈડામાં બ્લેક ફંગસના નવા 7 કેસ નોંધાયા છે , તો દેશના અન્ય શહેરોમાં પણ આજ સ્થિતિ છે 

સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા 

મ્યુકોમાંઇકોસિસ ના સૌથી વધુ દર્દીઓ ગુજરાતમાં છે અને તેમાં ઝડપથી સુધારો પણ થઇ રહ્યો છે , કેસની સંખ્યાને જોતા રાજકોટ સિવિલમાં ખાસ અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે અને તેને લઈને વ્યવસ્થા પણ થઇ રહી છે , જોકે સૌથી વધુ તકલીફ આ રોગમાં સારવાર માટે જરૂરી ઈન્જેક્શનને લઈને છે જે દર્દીઓ સ્વસ્થ થવા તરફ છે તેઓને ઈન્જેક્શનની ખુબ જ જરૂર રહે છે જે  હાલ રેમન્ડેસેવીર જેવી સ્થિતિ ઉભી થાય હોઈ તેવું દર્દીઓના સગાઓ અનુભવી રહ્યા છે 

Related News