કોરોનામાં સરકારી તંત્રની નિષ્ફળૅતાનું પરિણામ :વારાણસી સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો પરાજય :પૂર્વાંચલમાં મોટો ફટકો 

NATIONAL NEWS Publish Date : 06 May, 2021 12:47 PM

કોરોનામાં સરકારી તંત્રની નિષ્ફળૅતાનું પરિણામ :વારાણસી સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો પરાજય :પૂર્વાંચલમાં મોટો ફટકો 

 

લખનૌ 

ઉત્તરપ્રદેશમાં સતત વધતા કોરોનાના કેસ અને સરકારી તંત્રની નિષ્ફળતાનું પરિણામ હવે ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે , ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સ્તરે યોજાયેલી ચૂંટણીમાં વારાણસી સહિતના મહત્વના જિલ્લામાં ભાજપનો કારમો પરાજય થયો છે તો યોગીના ગાઢ ગોરખપુર ખાતે સમાજવાદી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે , યોગી રાજમાં બધું જ ઠીક થાક હોવાની વાતો વચ્ચે 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ માટે કોરોના ખતરાની ઘટી લાવ્યો છે , યોગી સરકાર ના સારા કામકાજ અને પ્રદેશમાં વિકાસના મોડેલ ને આગળ વધારવાના પ્રયાસો વચ્ચે કોરોના દ્વારા રોજેરોજ મચાવવામાં આવતા તાંડવઃ અને આરોગ્ય સેવાની કથળતી હાલતને પગલે પૂર્વાંચલ પ્રદેશ મોટી મુશ્કેલી સર્જે તેવું લાગી રહ્યું છે , વારાણસી તેનુ ઉદાહરણ બની શકે તેમ છે , સ્થાનિક પંચાયતી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી 25 ટકા બેઠકો મેળવી ને પહેલા નંબરે આવી છે તો ભાજપને બીજા નંબરે જ સંતોષ માનવો પડ્યો છે , તેમાં પણ બેઠકોની સંખ્યા માત્ર 15 ટકા જેટલી જ છે 

Related News