અમેરિકામાં એલિયનનું સ્પેસ જોવા મળ્યું : શું થયું પછી જાણો 

TOP STORIES Publish Date : 25 March, 2021 09:34 PM

અમેરિકામાં એલિયનનું સ્પેસ જોવા મળ્યું : શું થયું પછી જાણો 

 
ન્યૂઝ ડેક્સ 
 
એલિયન કે પરગ્રહવાસીઓ વિષે જાણવાની હંમેશા ઉત્સુકતા રહેલી છે.. સંખ્યાબંધ એવી ઘટનાઓ જોવા કે સાંભળવા મળી છે કે બહારની દુનિયામાંથી કોઈ આવ્યું અને અચાનક તે ગાયબ થઇ ગયું ....  જોકે અમેરિકામાં એક પૂર્વ અધિકારીએ વિડીયો સાથે ખુલાસો કર્યો છે કે તેઓએ અને તેના સાથી પાઇલોટે એલિયનના શિપને જોયું છે ,.. આકાશમાં આ સ્પેસશીપ એટલી ઝડપથી ઉડતું હતું કે તેને અવાજની ગતિને પણ પાછળ તોડી સ્પેસશીપને ભગાવ્યું હતું અને આ ઘટના થી તેઓ બંને ચોંકી ગયા હતા ... 
 
દુનિયામાં અવારનવાર એલિયન આવતા હોવાની વાતો સંભળાતી રહે છે ...હજારો લોકોએ  દાવાઓ કર્યા છે કે તેઓએ એલિયન કે તેના શિપને જોયા છે કેટલાકે તો એવો પણ દાવો કર્યો છે કે એલિયન તેને લઈને બીજી દુનિયામાં લઇ ગયા હતા અને તેના ઉપર  અખતરાઓ કર્યા હતા અને તેને પાછો દુનિયામાં છોડી દેવામાં આવ્યો.. જોકે આ બધા જ દાવાઓ અને વાર્તાઓ વચ્ચે અમેરિકાના એક પૂર્વ અધિકારીએ વિડીયો સાથે દાવો કર્યો છે કે તેઓએ યુએફઓ એટલે બીજી દુનિયાનું એક સ્પેસશીપ જોયું અને તેનો વિડીયો પણ બનાવી લીધો.. આ સ્પેસશીપ જોન રેફતલેક્સ નામના વાયુસેના ના પૂર્વ અધિકારીએ બહાર પાડીને દાવો કર્યો છે કે તેને યુએફઓ જોયો છે અને ખરેખર દુનિયામાં બાહરી દુનિયાના એલિયન આવે છે અને અચાનક જ ચાલ્યા જાય છે આ એલિયન શિપ અવાજની ગતિ કરતા વધુ ઝડપથી ઉડતું હોવાનું તેઓએ જણાવ્યું છે એટલું જ નહિ આ ટેક્નોલોજી હજુ સુધી દુનિયામાં કોઈ પાસે નથી ત્યારે વિજ્ઞાનીકો પણ હેરાન છે જોકે અમેરિકાના પેન્ટાગોન પાસે અનેક દસ્તાવેજ અને પુરાવા ઉપલબ્ધ હોવાનું સાંભળવામાં આવ્યું છે 

Related News