ભાજપે યુપી જીતવા માટે એક વર્ષ પહેલા જ લગાવી દીધી તાકાત ;પાર્ટી અધ્યક્ષે કર્યા કાલભૈરવના દર્શન 

TOP STORIES Publish Date : 01 March, 2021 09:27 PM

ભાજપે યુપી જીતવા માટે એક વર્ષ પહેલા જ લગાવી દીધી તાકાત ;પાર્ટી અધ્યક્ષે કર્યા કાલભૈરવના દર્શન 

 

ભારતીય જનતા માટે હંમેશા ચૂંટણીના મોડમાં જ રહે છે અને એટલે જ પાર્ટી અઘ્યક્ષ એક પછી એક રાજ્યમાં યોજાનારી ચૂંટણીની તૈયારીમાં પહેલા જ લાગી જતા હોઈ છે ..ઉત્તરપ્રદેશની ચૂંટણીને ભલે એક વર્ષની વાર હોઈ પરંતુ અહીં પાર્ટી એક વર્ષ પહેલા જ ચૂંટણીની રણનીતિમાં લાગી ગઈ છે ..પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા યુપીના પ્રવાસે ચ અને વારાણસી ખાતે આવેલા કાલભૈરવ મંદિરના દર્શન કરીને અધ્યક્ષે ચૂંટણીના શંખનાદનો શુભારંભ કર્યો છે વારાણસીમાં કાળભૈરવના દર્શન કરીને જેપી નડ્ડાએ અહીંની મશહૂર ચા અને કચોરી પણ ખાધી હતી .અહીં કાલભૈરવને કચોરી પ્રસાદના રૂપમાં ચડાવાય છે અને આ પ્રસાદનો આસ્વાદ જેપી નડ્ડાએ માણ્યો હતો.. વારાણસીમાં કચોરી અંહે જલેબી ખાવાની અનેરી પરંપરા છે અને જો કોઈ આ ખાધા વગર જ નીકળી જાય તો તેને વારાણસી નો ધક્કો ખાધો ગણવામાં આવે છે એટલે જ પુરા લાવ લશ્કર સાથે જેપી નડ્ડાએ કચોરીનો સ્વાદ માણ્યો હતો...

Related News